એક યુવતીને કારથી ઢસડીને મોત નિપજાવવાના મામલે નવું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું

કાર જોડે ફસાયેલી યુવતી, યુ ટર્ન લેતી કાર…આ ઘટનાનો CCTV Footage સામે આવ્યો

દિલ્હી પોલીસે પાંચ આરોપી યુવકોની ધરપકડ કરી, દિલ્હી મહિલા આયોગે પણ આપી નોટીસ

દૃેશની રાજધાની દિલ્હીમાં નવા વર્ષની ઉજવણી વચ્ચ એક યુવતીને કારથી ઢસડીને મોત નિપજાવવાના મામલે નવું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે. આ વીડિયોમાં યુવતી બલેનો કાર નીચે ફસાયેલી જોવા મળી રહી છે અને કાર ચાલક તેને ઢસડતા યુટર્ન લઈ રહૃાો છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે એફઆઈઆરમાં culpable homicide ની કલમ પણ જોડી દીધી છે. આ બધા વચ્ચે કંઝાવલા વિસ્તારમાં જે બલેનો ગાડીએ વારદાતને અંજામ આપ્યો તેનું વધુ એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યું છે. સીસીટીવી એક જાન્યુઆરીની વહેલી સવારે ૩.૩૪ વાગ્યાનું છે. કંઝાવલાના લાડપુર ગામથી થોડે આગળ ગાડી યુટર્ન લઈને પાછી તોસી ગામ તરફ જતી જોવા મળી રહી છે. જ્યાં યુવતીનો મૃતદૃેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જે માહિતી સામે આવી છે તે મુજબ ૨૩ વર્ષની આ યુવતી લગ્ન અને અન્ય સમારોહમાં પાર્ટટાઈમ કામકાજ કરતી હતી. તે શનિવાર-રવિવારની રાતે આવા જ કોઈ કાર્યક્રમમાં કામ કરીને પાછી ફરી રહી હતી. સ્કૂટીથી ઘરે જતી હતી ત્યારે જ પાંચ આરોપી યુવકો પણ કારમાં સવાર થઈને તે જ રસ્તે જઈ રહૃાા હતા. રિપોર્ટ્સ મુજબ સ્કૂટીનો અકસ્માત થયો અને યુવતી કારની નીચે ફસાઈ ગઈ હતી. આ પછી યુવકો ભાગવા લાગ્યા. યુવતી લગભગ અનેક કિલોમીટર સુધી ઢસડાઈ અને તડપતી હાલતમાં ત્યાં પડી રહી. યુવતીના કપડાં ફાટી ગયા. પોલીસ પહોંચી ત્યાં સુધીમાં તો તેનું મોત નિપજ્યું. રિપોર્ટ્સ મુજબ યુવતીનો મૃતદૃેહ લોહીથી લથપથ હતો. ઢસડાવવાના કારણે મૃતદૃેહ ક્ષત વિક્ષત થઈ ગયો હતો. આ ઘટના અંગે અનેક પ્રત્યક્ષદર્શી પણ સામે આવ્યા છે અને આ બર્બરતાની કહાની રજૂ કરી છે. એક પ્રત્યક્ષદર્શીની માતાએ જણાવ્યું કે તેમના પુત્રને સુલ્તાનપુરીમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. કારણ કે તેમના પુત્રએ યુવતીને ઢસડાતા જોઈ હતી. તેણે આ વાતની જાણકારી એક પોલીસકર્મીને આપી હતી. પરંતુ પોલીસકર્મીએ વાત અવગણી હતી. વારદાતના એક અન્ય પ્રત્યક્ષદર્શીએ પણ દાવો પણ કર્યો છે કે કાર યુવતીને ઢસડતી લઈ ગઈ તે તેણે જોઈ કારણ કે તે કાર તેમની દૃુકાન સામેથી નીકળી હતી. પ્રત્યક્ષદર્શીએ એ વાતનો પણ ખુલાસો કર્યો કે કારની સ્પીડ ૨૫-૩૦ કિલોમીટરની આસપાસ હતી અને મ્યૂઝિકનો કોઈ અવાજ આવતો નહતો. આ ઘટના વિશે જાણીને તમારા રૂવાંડા ઊભા થઈ જશે. કાર સવાર આરોપીઓએ સ્કૂટી સવાર યુવતીને ટક્કર મારી અને ત્યારબાદ તેને લગભગ ૧૩ કિમી જેટલું ઢસડી ગયા જેના કારણે યુવતી મોતને ભેટી. ઢસડાવવાના કારણે કપડાં ફાટી ગયા. આ ઘટનાએ સમગ્ર દૃેશને હચમચાવી દીધો છે. દિલ્હી પોલીસે પાંચ આરોપી યુવકોની ધરપકડ કરી છે. પકડાયેલ યુવકો પૈકી એક ક્રેડિટ કાર્ડ કલેક્શનનું કામ કરે છે. મૃતક પાર્ટ ટાઈમ નોકરી કરતી હતી. દિલ્હી મહિલા આયોગ(DCW) એ પણ આ મામલે પોલીસને નોટિસ પાઠવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કંજાવાલા પોલીસ સ્ટેશન (રોહિણી જિલ્લો)માં સવારે ૩.૨૪ વાગ્યે માહિતી મળી હતી કે કુતુબગઢ વિસ્તાર તરફ જઈ રહેલી કાર સાથે એક લાશ બાંધેલી છે. તેમણે કહૃાું કે મૃતદૃેહને પોસ્ટમોર્ટમ માટે મંગોલપુરીની સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (આઉટર) હરેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું હતું કે પીડિતાનો પગ કારના એક પૈડામાં ફસાઈ ગયો હતો અને તેને લગભગ ચાર કિલોમીટર સુધી ખેંચવામાં આવી હતી. આ મામલે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ ૨૭૯ (રશ ડ્રાઇિંવગ) અને ૩૦૪-છ (બેદરકારીથી મૃત્યુ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. દીપક ખન્ના (૨૬), અમિત ખન્ના (૨૫), ક્રિષ્ના (૨૭), મિથુન (૨૬) અને મનોજ મિત્તલની ધરપકડ કરવામાં આવી છે. દીપક એર ડ્રાઇવર છે, અમિત ઉત્તમ નગરમાંSBI કાર્ડનું કામ કરે છે, ક્રિષ્ના કનોટ પ્લેસમાં કામ કરે છે, મિથુન નારાયણમાં હેર ડ્રેસર તરીકે કામ કરે છે અને મિત્તલ સુલતાનપુરીમાં ખાનગી ફૂડ ડિલિવરી કંપનીના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. પોલીસે જણાવ્યું હતું કે કાર ચાલક દારૂના નશામાં હતા કે કેમ તે ચકાસવા માટે તેના લોહીના નમૂના સાચવવામાં આવ્યા છે. પીડિતા લગ્ન અને અન્ય કામમાં પાર્ટ ટાઈમ કામ કરતી હતી. તેમણે જણાવ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે તે આવા જ એક કાર્યક્રમમાંથી ઘરે પરત ફરી રહી હતી.(ઇનપુટ PTI)