એક વર્ષમાં તમામ ટોલપ્લાઝા દૂર કરાશે: ગડકરી

  • લોકસભામાં પરિવહન મંત્રીની મોટી જાહેરાત

 

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે લોકસભામાં મોટી જાહેરાત કરી છે. નીતિન ગડકરીએ જાહેરાત કરતા કહૃાું છે કે સરકાર આગામી એક વર્ષમાં તમામ ટોલપ્લાઝા ખતમ કરવાની યોજના પર કામ કરી રહી છે. આવનાર સમયમાં ટેક્નોલોજીની મદદથી લોકોએ એટલો જ ટોલ ચૂકવવો પડશે જેટલું તેઓ હાઇવે પર મુસાફરી કરશે. અમરોહાથી બસપા સાંસદ કુંવર ડેનિશ અલીએ ગાઢ મુક્તેશ્ર્વર પાસેના રસ્તા પર નગર નિગમની સરહદ પાસે ટોલ પ્લાઝા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

આ સવાલનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહૃાું હતું કે ગત સરકારે માર્ગ પરિયોજનાઓ ઠેકાઓમાં થોડી વધુ મલાઈ ખાવા માટે આવા અનેક ટોલ પ્લાઝા બનાવતી ગઈ છે. જે નગર સીમા પર છે. તે ચોક્કસ ખોટું છે અને અન્યાયી છે.

નીતિન ગડકરીએ કહૃાું કે હવે જો આ ટોલ પ્લાઝા હટાવવા જઈશું તો રોડ રસ્તો બનાવનાર કંપની વળતર માંગશે. પરંતુ, સરકારે આગામી એક વર્ષમાં દેશમાંથી તમામ ટોલ ખતમ કરી દેવાની યોજના બનાવી છે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ટોલ ખતમ કરવાનો અર્થ ટોલ પ્લાઝા ખતમ કરવાનો છે. હવે સરકાર એવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે જેમાં તમે હાઇવે પર જ્યાંથી પણ ચઢશો, ત્યાંથી જ તમારા જીપીએસની મદદથી કેમેરા તમારો ફોટો પાડશે અને જ્યાંથી પણ તમે હાઇવે પર થી ઉતારશો ત્યાંનો ફોટો પાડશે અને આટલા અંતરનો જ ટોલ આપવો પડશે.

ઉલ્લેખનીય છે કે ટોલ પ્લાઝાને કારણે સતત લાગતા ટ્રાફિક જામ અને મુસાફરોને થતી હેરાનગતિનો મુદ્દો પણ ઘણા લાંબા સમયથી ઉઠતો આવ્યો છે, હાલ કેન્દ્ર સરકાર તમામ નેશનલ હાઇવે પર ફાસ્ટેગની સુવિધા લાગુ કરવામાં આવી છે. જેના કારણે ઓટોમેટિક રીતેલાઈનમાં ઉભા રહૃાા વગર ટોલ ભરીને ટોલપ્લાઝા પરથી પસાર થઇ શકાય છે.