એક શેરનું પ્રિમિયમ માસમાં જ નવ લાખ ટકા વધી ગયું

 

 

 

  • શેરબજાર મોટા આશ્ર્ચર્ય સર્જવા જાણીતું જ છે
  • ૧૫ જૂને એલ્સીડ ઈન્વેસ્ટમેન્ટના શેરના ૯.૦૯ રૂપિયામાં સોદા પડ્યા જેના ઓફ માર્કેટમાં ૮૦ હજાર રૂપિયા છે

શેરબજારમાં આશ્ર્ચર્યજનક ઘટનાઓ સતત બનતી જ રહે છે. તાજેતરમાં જ એક કંપનીનો શેર એવો છે કે જેનું પ્રિમીયમ ૯,૦૦,૦૦૦ ટકા બોલાઈ રહૃાું છે. એ પણ સાવ જ ટૂંકા ગાળામાં આટલો મોટો ઊછાળો જોવા મળી રહૃાો છે. શેરબજારમાં છેલ્લા ત્રણેક મહિનાથી તેજીની જમાવટ છે અનેક શેરો અનેકગણા વધી ગયા છે. રીટેઈલ ઈન્વેસ્ટરોની સંખ્યા રેકોર્ડ સપાટીએ પહોંચી છે. શેરબજારમાં એલ્સીડ ઈન્વેસ્ટમેન્ટ નામક એક કંપની લીસ્ટેડ છે. છેલ્લે ૧૫ મી જુન ૨૦૨૦ ના રોજ રૂા.૯.૦૯ ના ભાવે વેપાર થયા હતા. પાંચ ટકાની સર્કીટ લાગુ પડી હતી. ત્યારપછી ગ્રે માર્કેટમાં હવે તેનું ૯ લાખ ટકા પ્રિમીયમ બોલાય છે. અર્થાત શેરનો ભાવ રૂા.૮૦,૦૦૦ બોલાઈ રહૃાો છે. શેરબજારમાં ડીલીસ્ટ થતી કંપનીઓનાં શેરોના સોદા ગ્રે માર્કેટમાં થતા હોય છે અને તેમાં એલ્સીડ ઈન્વેસ્ટમેન્ટનો ભાવ રૂા.૮૦,૦૦૦ બોલાઈ રહૃાો છે. છેલ્લે પડેલા સોદા કરતાં ૯ લાખ ટકા વધુ ભાવ છે. શેરબજારના જાણકારોના કહેવા મુજબ આ શેરમાં ભાગ્યે જ સોદા થાય છે.ઈન્વેસ્ટરો ઓફ-માર્કેટ સોદા જ કરી લે છે.એશીયન પેઈન્ટસનાં કનેકશનમાં જ ભાવ બોલાય છે. મોટા ઓપરેટરોએ આ શેરને ‘ફેન્સીબનાવી દીધો હતો. ૧૫ મી જુને શેરબજારમાં સોદા થયા ત્યારે તુર્ત જ રૂા.૯.૦૯ માં ઉપલી સર્કીટ લાગી ગઈ હતી. બીએસઈમાં વર્ષમાં માત્ર છ વખત જ તેમાં વેપાર થયા છે. રસપ્રદ બાબત એ છે કે માઈક્રોક્રેપ કંપની એવી એલ્સીડ ઈન્વેસ્ટમેન્ટના નાણાકીય પરિણામો અફલાતુન કે અસાધારણ નથી. એક માત્ર આકર્ષક વાત એ છે કે તેમાં બોર્ડમાં એશીયન પેઈન્ટસનાં પ્રમોટરો છે.ઉપરાંત કંપની ૨૦૧૭ થી ૧૫ રૂપિયાનું ડીવીડન્ડ ચુકવે છે. બીએસઈનાં ડેટા કંપની એવુ સુચવે છે કે કંપનીના માત્ર બે લાખ શેર બજારમાં છે. ૩૦ જુનની સ્થિતિમાં શેર હોલ્ડરો પાસે ૫૦૨૫૦ તથા
પ્રમોટરો પાસે ૧.૪૯.૭૫૦ શેર છે.કંપની એશીયન પેઈન્ટસના ૨.૮૩ કરોડ શેર ધરાવે છે. પ્રવર્તમાન ભાવે તે ૪૯૦૦ કરોડ થાય છે. એલ્સીડ ઈન્વેસ્ટમેન્ટનું માર્કેટ કેપ માત્ર ૦.૧૮ કરોડનું છે. નિષ્ણાતોના પ્રમાણે એલ્સીડ ઈન્વેસ્ટમેન્ટ એક શેરનું મુલ્ય રૂા.૨.૪ લાખ ગણી શકાય. અત્યારે એફ માર્કેટનો રૂા.૮૦૦૦૦ નો ભાવ પણ ઘણો સસ્તો છે. નિષ્ણાતોએ એમ કહૃાું કે અનેક એવી કંપનીઓ છે જેના માર્કેટ ભાવ અને એફ માર્કેટ ભાવમાં મોટો તફાવત હોવા છતાં ઘણા કિસ્સામાં ઈન્વેસ્ટરો તે વિશે વાકેફ હોતા નથી.