એનઇડીએસીનાં ચેરમેન પદે શ્રી સંઘાણીની વરણીને આવકારતા શ્રી અશ્વિન સાવલીયા

  • પીઢ સહકારી આગેવાન શ્રી દિલીપભાઇ સંઘાણી 10 દેશોનાં પ્રતિનિધિઓની સંસ્થામાં ચેરમેન બનતા ખુશીનો માહોલ

અમરેલી,
સહકારી ક્ષેત્રે ટોચની સંસ્થાઓમાં કાર્યભાર સંભાળનાર ભાજપનાં દિગ્ગજ આગેવાનશ્રી દિલીપભાઇ સંઘાણીની 10 દેશોનાં પ્રતિનિધિઓ દ્વારા એનઇડીએસીની એગ્રીકલ્ચર અને કોઓપરેટીવ સમિતીનાં ચેરમેન પદે નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંકને અમર ડેરીનાં ચેરમેન શ્રી અશ્વિનભાઇ સાવલીયા અને સહકારી ક્ષેત્રનાં આગેવાનો, ભાજપ આગેવાનોએ આવકારી ખુશી વ્યક્ત કરી છે. સમગ્ર એશીયા ખંડનું સહકારી ક્ષેત્રે અમરેલીથી સંચાલન થાય એવી અજીબ સિધ્ધીની બિરદાવી છે.