એનસીબીએ ટીવી અભિનેત્રી પ્રિતિકા ચૌહાણની ડ્રગ્સ ખરીદવાના આરોપમાં ધરપકડ કરી

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ ખરીદવાના આરોપમાં ટીવી અભિનેત્રી પ્રિતિકા ચૌહાણની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અભિનેત્રી પ્રિતિકા સાથે ફૈઝલ નામની વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. એજન્સીએ આરોપીને કોર્ટમાં રજૂ કરી દીધા છે. કહેવામાં આવી રહૃાું છે કે આરોપીઓ પાસેથી ૯૯ ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો છે.
પ્રિતિકા હિમાચલ પ્રદૃેશના કારસોગમાં રહે છે. અભિનેત્રી બીટેક ગ્રેજ્યુએટ છે. અભિનેત્રીએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ ૨૦૧૬માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝમેલાથી કરી હતી. ત્યારબાદ તેણે ઘણી સિરિયલોમાં પણ કામ કર્યું હતું.
અભિનેત્રી પ્રીતિકા ચૌહાણે ‘સંકટમોચન મહાબાલી હનુમાન સિરીયલમાં સાચીની ભૂમિકા ભજવી હતી. સંકટોમોચન મહાબાલી હનુમાન ઉપરાંત તે CID અને સાવધાન ઇન્ડિયામાં પણ અભિનય કરી ચૂકી છે.