ચર્ચા હતી કે રિયાએ પૂછપરછ દરમિયાન ડ્રગ્સ સિન્ડિકેટમાં સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ તથા સિમોન ખંબાટાનું નામ લીધું છે. જોકે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આ તમામ વાતોને નકારી કાઢી છે. તપાસ એજન્સીના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ કહૃાું હતું કે આવું કોઈ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું નથી. એક રિપોર્ટ પ્રમાણે, આ લિસ્ટ એનસીબીએ ડ્રગ પેડલર્સ તથા ટ્રાફિકર્સનું છે. આનો સંબંધ એસએસઆર કેસ સાથે છે. આ લિસ્ટમાં એક પણ બોલિવૂડ સેલિબ્રિટીનું નામ સામેલ નથી. કેપીએસે કહૃાું હતું કે તેણે કોઈ લિસ્ટ બનાવ્યું નથી.
જે લિસ્ટ બનાવવામાં આવ્યું હતું, તેમાં ડ્રગ્સનો બિઝનેસ કરતાં પેડલર્સ હતા. જ્યારે કેપીએસને પૂછવામાં આવ્યું કે રિયાએ પૂછપરછ દરમિયાન સારા અલી ખાન, રકુલપ્રીત તથા સિમોનનું નામ લીધું હતું? તો તેમણે આ વાતને નકારી કાઢી હતી. તેમણે કહૃાું હતું કે આવું કોઈ લિસ્ટ જ બનાવવામાં આવ્યું નથી. પહેલા ચર્ચા હતી કે રિયાએ પૂછપરછ દરમિયાન ૨૫ બોલિવૂડ સેલેબ્સના નામ આપ્યા હતા.