એનસીયુઆઇના ચેરમેનપદે શ્રી દિલીપ સંઘાણી બિનહરીફ

  • ભારતની સર્વોચ્ચ સહકારી સંસ્થાનું સુકાન શ્રી સંઘાણીને સોંપાતા ખુશી વ્યાપી ગઇ
  • અમરેલીમાં સાંસદશ્રી કાછડીયા, અમરડેરીનાં ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિક વેકરીયા, શ્રી જયંતીભાઇ પાનસુરીયા, શ્રી ભાવના ગોંડલીયા, શ્રી તુષાર જોષી, શ્રી અલ્કા ગોંડલીયા સહિતે મોં મીઠા કર્યા
  • દેશનું સર્વોચ્ચ સહકારી સ્થાન મેળવી શ્રી દિલીપ સંઘાણીએ અમરેલી અને ગુજરાતનું ગૌરવ વધાર્યુ

ભારત દેશ ની સવોઁચ સહકારી સંસ્થા એટલે નેશનલ કો ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડીયા ( NCUI )ના ચેરમેન ની ચુંટણી યોજાઇ હતી જેમા ગુજરાત રાજ્ય ભાજપ ના નેતા અને દેશ ના અગ્રણી સહકારી આગેવાન શ્રી દિલીપભાઇ_સંઘાણી ચેરમેન પદે બિનહરિફ મેમ્બર તરીકે ચુંટાઈ આવ્યા છે.
નેશનલ કોઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડીયા ના 18 ડાયરેક્ટર ની ચુંટણી યોજાઇ હતી જેમા શ્રી દિલીપ સંઘાણી સહિત 16 ડાયરેક્ટર બિનહરિફ ચુંટાય આવ્યા હતા. હાલ મા શ્રી દિલીપભાઇ સંઘાણી ઇફકો ના વાઇસ ચેરમેન ત્થા ગુજકોમાશોલ ના ચેરમેન પદે કામગીરી કરી રહયા છે. આ અગાઉ તેઓ ચાર ટમઁ સાંસદ, ત્રણ ટમઁ ધારાસભ્ય, બે વખત ગુજરાત સરકાર મા મંત્રી તેમજ નાફસ્કોબ ના ચેરમેન ત્થા નાફેડ ના વાઇસ ચેરમેન તરીકે પણ રહી ચુકયા છે.નેશનલ કો ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડીયા ની સ્થાપના 1929 મા થઈ હતી.સંસ્થા ની સ્થાપના વખતે તેમનુ નામ ઓલ ઇન્ડીયા કો ઓપરેટીવ ઇન્સ્ટિટ્યૂટ એસોસિએશન હતુ. ત્યારબાદ 1961 મા સંસ્થા નુ નામ નેશનલ કો પરેટીવ યુનિયન ઓફ ઇન્ડીયા રાખવામા આવેલ છે.
સંસ્થા ની મુખ્ય કામગીરી માં દેશ મા સહકારી પ્રવૃતિ ને વેગ આપવો, આંતરરાષ્ટ્રીય સહકારી પ્રવૃતિ વધારવી. હાલમા દેશ ની સ્ટેટ અને મલ્ટી સ્ટેટ લેવલ ની 242 સંસ્થા NCUI ની મેમ્બર્સ છે.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા, અમરેડીરનાં ચેરમેન શ્રી અશ્ર્વિનભાઇ સાવલીયા, જિલ્લા સંઘનાન પ્રમુખ જયંતીભાઇ પાનસુરીયા, ભાવનાબેન ગોંડલીયા, અલ્કાબેન ગોંડલીયા, અરૂણાબેન માલાણી, કાળુભાઇ પાનસુરીયા, રામભાઇ સાનેપરા, ડો. આર.એસ.પટેલ, બી.એસ.કોઠીયા, તુષાર જોષી, ધીરૂભાઇ વાળા, પીન્ટુભાઇ કુરૂંદલે, બી.એલ. હિરપરા, એમ. આર. ધાનાણી, ડેનીભાઇ રામાણી, શૈલેષ પરમાર સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.