એનસીયુઆઇમાં કુ.ભાવના ગોંડલીયા, શ્રી દિપક માલાણીને સ્થાન

  • દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા એનસીયુઆઇમાં શ્રી દિલીપ સંઘાણીની વરણી અમરેલી જિલ્લાને ફળી : જિલ્લાનું વર્ચસ્વ વધ્યું 

અમરેલી,

દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા દહગય  ની પ્રથમ ગર્વનીંગ કાઉન્સિલની મીટીંગ દિલ્હી મુકામે ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ જેમા વિવિધ કમીટીઓની રચના કરવામા આવેલ હતી.

                ચેરમેન તરીકેના પદભાર સાથેની સંઘાણીની આ પ્રથમ મીટીંગ હોઈ, સૌ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરવામા આવેલ સાથોસાથ કોરોના મહામારીમા સરકારશ્રીના નિતી-નિયમોનુ ચુસ્તપણે પાલન કરવા, અંતર જાળવવા અપીલ કરવામા આવી હતી.

આજે યોજાયેલ કાઉન્સિલ મીટીંગમા કમીટીની રચનાઓ કરવામા આવેલ જેમા કોર્પોરેશન એજયુકેશન કમીટીના ચેરમેન તરીકે દિપકભાઈ માલાણીની નિમણૂંક કરવામા આવેલ જયારે મહિલા સંગઠન-સશક્તિકરણ કમીટીના ચેરમેન તરીકે કુ.ભાવનાબેન ગોંડલીયાની નિમણૂંક કરવામા આવેલ આ સ્થાન પર ગોંડલીયા ત્રીજી ટર્મ નિમણૂંક પાત્ર થયા છે. આ તકે અમર ડેરીના ચેરમેન અશ્ર્વિનભાઈ સાવલીયા, વાઈસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી, જીલ્લા બેંકના જનરલ મેનેજર-સી.ઈ.ઓ. બી.એસ.કોઠીયા, આસી.જનરલ મેનેજર અશોકભાઈ ગોંડલીયા, રાજેશભાઈ માંગરોળીયા સહિત સૌએ સમિતિઓની રચના અને નિર્ણયોને આવકારી અભિનંદન પાઠવ્યાનું અખબારી યાદીમા જણાવાયેલ છે.