‘એનિમલ મૂવીમાં રણબીરની સાથે પરિણિતી, બોબી દેઓલ અને અનિલ કપૂર પણ જોવા મળશે

સંદીપ રેડ્ડી વાંગા નિર્દૃેશિત આગામી ફિલ્મ ‘એનિમલમાં અભિનેત્રી પરિણિતી ચોપરા રણબીર કપૂર લીડ રોલમાં જોવા મળશે. તેમજ અનિલ કપૂર અને બોબી દેઓલ પણ અભિનય કરશે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો ‘એનિમલ ગેંગસ્ટર ડ્રામા પર આધારિત હશે.

જેમાં પરિણિતી ચોપરા રણબીરની પત્નીની ભૂમિકામાં જોવા મળશે જ્યારે અનિલ કપૂર પિતાની ભૂમિકા નિભાવશે. ઉલ્લેખનીય છે કે ‘એનિમલ ફિલ્મની જાહેરાત નવા વર્ષની શરૂઆતમાં કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ફિલ્મનું ઇન્ટ્રોડક્શન શેર કરવામાં આવ્યું હતું જેમાં રણબીર કપૂરનો અવાજ સાંભળી શકાય છે. જેમાં રણબીર ફાધર-સન રિલેશનશિપ પર વાત કરે છે. ફિલ્મની રિલીઝ ડેટ પર હાલ કોઇ માહિતી નથી.