એન્ડી લાવરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ અંગે ભારત માટે કરેલી આગાહી સાચી પડી

ભારતીય ટીમ મંગળવાર, ૧૯મી જાન્યુઆરીએ બ્રિસ્બેનમાં ઑસ્ટ્રેલિયા સામે અભૂતપૂર્વ લડત આપીને નિર્ણાયક ટેસ્ટ તથા સિરીઝ ૨-૧થી જીત્યું એના બરાબર એક મહિના પહેલાં (૧૯મી ડિસેમ્બર, ૨૦૨૦) ઍડિલેઇડમાં ટીમ ઇન્ડિયા ૩૬ રનના લોએસ્ટ સ્કોર બાદ પ્રથમ ટેસ્ટ હારી ગઈ ત્યારે ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કૅપ્ટન ઍન્ડી લાવરે ભારત વિશે કરેલી આગાહી અક્ષરસ: સાચી પડી છે.

લાવરે એક મુલાકાતમાં કહૃાું હતું ‘ભારતીયો ઍડિલેઇડમાં ૩૬ રનના લોએસ્ટ સ્કોર સાથે હારી ગયા એ આઘાતજનક કહેવાય, પરંતુ હજી ત્રણ ટેસ્ટ બાકી છે અને ભારતીયો સિરીઝ જીતવા હજીયે સક્ષમ છે. સિરીઝમાં પહેલા મોટા આંચકા બાદ કમબૅક કરવું ખૂબ કઠિન છે, પણ જેમ તેઓ ૨૦૧૯ની જેમ ફરી ઑસ્ટ્રેલિયામાં ૨-૧થી શ્રેણી જીતવા સમર્થ છે. મને એમાં લેશમાત્ર શંકા નથી. ઑસ્ટ્રેલિયનોને તેમની ધરતી પર હરાવવા મુશ્કેલ છે એમ છતાં ઑસ્ટ્રેલિયામાં આબોહવા સહિતની પરિસ્થિતિનો કેવી રીતે ફાયદો લેવો એ ભારતીયો સારી રીતે જાણે છે. મને લાગે છે, ભારતીયો બીજી ટેસ્ટથી જ કમબૅક કરશે.

અિંજક્ય રહાણેના સુકાનમાં ભારતીય ટીમ આ મહિને મેલબર્નની બીજી ટેસ્ટ જીતી હતી, સિડનીની ત્રીજી ટેસ્ટ ડ્રૉ કરાવી હતી અને નિર્ણાયક ટેસ્ટમાં ઐતિહાસિક વિજય મેળવ્યો.