- ઉજવણી નિમિતે વેબીનાર સાથે નિબંધ લેખન સહિતની સ્પર્ધાઓ યોજાઇ
પિપાવાવ, APM ટર્મિનલ્સ, પિપાવાવે 15 જુલાઈ, 2020ના રોજ વર્લ્ડ યૂથ સ્કિલ્સ ડેની ઉજવમી કરી હતી. આ ઉજવણીના ભાગરૂપે એક વેબિનાર યોજાયો હતો અને એક નિબંધલેખન સ્પર્ધા યોજાઈ હતી. વેબિનાર “સ્કિલ્સ ફોર એ રિસાઇલન્ટ યૂથ’ પર યોજાયો હતો, જેમાં 300 યુવાનોને શ્રી પ્રભાસ ચંદ્ર દુબે (નિષ્ણાત સભ્ય, ઓટોમોટિવ સ્કિલ્સ ડેવલપમેન્ટ કાઉન્સિલ એન્ડ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ડેવલપમેન્ટ કાઉન્સિલ, રાજસ્થાન અને ઉત્તરાખંડના ગ્રામીણ આજીવિકા અભિયાનના ભૂતપૂર્વ સભ્ય)એ સંબોધન કર્યું હતું.શ્રી દુબેએ યુવાનોને નવી કુશળતાઓ શીખવા અને ફળદાયક બનવાની સલાહ આપી હતી. તેમણે આઇટી, બીપીઓ, ઇલેક્ટ્રિકલ, બેંકિંગ, નર્સિંગ વગેરે જેવા પાયાના ક્ષેત્રોમાં કૌશલ્ય વિકાસની ભૂમિકા પર ભાર મૂકીને નવી કુશળતાઓ શીખીને પ્રસ્તુત રહેવાનું મહત્ત્વ સમજાવ્યું હતું. શ્રી દુબેએ યુવાનોને કુશળ બનાવીને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહન આપવા બદલ APM ટર્મિનલ્સ પિપાવાવના પ્રયાસોની પ્રશંસા કરી હતી. પોર્ટ નર્સિંગ, ઇલેક્ટ્રિકલ, ટૂ-વ્હીલર મિકેનિક્સ, બીપીઓ, બેંકિંગ અને ફાઇનાન્સ, ફિટર અને ફેબ્રિકેશન વગેરે જેવા ક્ષેત્રોમાં વિવિધ આવશ્યક કુશળતાઓમાં આશરે 1035 યુવાનો અને યુવતીઓને તાલીમ આપી છે. એમાંથી 80 ટકા કુશળતા ધરાવતા યુવાનોને સુરત, રાજકોટ, બેંગલોર અને અમદાવાદમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત કંપનીઓ અને હોસ્પિટલોમાં રોજગારી મળી છે.પોર્ટે “આત્મનિર્ભર ભારત અને કૌશલ’ પર એક નિબંધલેખન સ્પર્ધાનું આયોજન પણ કર્યું હતું, જેમાં 100થી વધારે નિબંધ રજૂ થયા હતા. સહભાગીઓએ કૌશલ્ય વિકાસ પર તેમની વિભાવના અને આત્મનિર્ભર ભારત માટેની જરૂરિયાત પર નિબંધો લખ્યાં હતાં.આ પ્રસંગે APM ટર્મિનલ્સ પિપાવાવના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જેકોબ ફ્રિસ સોરોન્સેને કહ્યું હતું કે,APMટર્મિનલ્સ પિપાવાવમાં અમે યુવા પેઢીને વધારે કુશળતા પ્રદાન કરવા અને સ્વનિર્ભર બનાવવા પર્યાપ્ત સજ્જતા પ્રદાન કરવાનો પ્રયાસ કરીએ છીએ. મને એ જોઈને આનંદ થયો છે કે, અમારા પ્રયાસોનાં સકારાત્મક પરિણામો મળ્યાં છે, જેના પરિણામે આત્મનિર્ભર ભારતનાં માર્ગે આકાર લીધો છે.અગાઉ APM ટર્મિનલ્સ પિપાવાવે હાથ ધરેલી કૌશલ્ય વિકાસની પહેલોને સ્થાનિક યુવાનોને તાલીમ આપવા બદલ “મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના’ એવોર્ડ એનાયત થયો હતો.વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રની સાધારણ મહાસભાએ વર્લ્ડ યૂથ સ્કિલ્સ ડેની ઉજવણીની શરૂઆત કરી હતી, જેનો આશય ટેકનિકલ અને રોજગારલક્ષી શિક્ષણ અને તાલીમ TVET સંસ્થા તથા સરકારી/ખાનગી ક્ષેત્રની ભાગીદારો દ્વારા યુવાનોને રોજગારી મેળવવા, ઉચિત કામ મેળવવા અને ઉદ્યોગસાહસિકતા માટે કુશળતા સાથે સજ્જ કરવાનો છે.