એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના બોર્ડે 700 કરોડની વિસ્તરણ યોજનાને મંજૂરી આપી

  • રકમનો ઉપયોગ મોટા જહાજોના સંચાલન માટે હાલની સુવિધાને અપગ્રેડ કરવા તથા કન્ટેઇનર ક્ષમતા વધારીને 1.6 મિલિયન ટ્વેન્ટી-ફૂટ ઇક્વિવેલન્ટ યુનિટ્સ (TEU)કરવા માટે થશે

પિપાવાવ,
એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ [ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ]એ કંપનીની વિસ્તરણ યોજનાને અનુરૂપ રૂ. 700 કરોડની મંજૂરી આપવાની જાહેરાત કરી છે. કથિત રોકાણનો ઉપયોગ પોર્ટની હાલની સુવિધાને અપગ્રેડ કરવા માટે થશે, જેથી પોર્ટ વધારે મોટા જહાજોનું સંચાલન કરી શકશે. પરિણામે પોર્ટની કન્ટેઇનર ક્ષમતા 1.6 મિલિયન TEU થશે.વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC)ના અમલીકરણ સાથે આગળ જતાં સપ્લાય ચેઇન અને ઇનલેન્ડ લોજિસ્ટિક્સ વિશ્વસનિયતા અને ટ્રાન્ઝિટ ટાઇમમાં નોંધપાત્ર ઘટાડો કરશે એવી અપેક્ષા છે. એનાથી આયાત અને નિકાસ માટે કાર્ગોના સંપૂર્ણ વોલ્યુમમાં વધારો થશે. DFC ના સંપૂર્ણ 1,535 કિલોમીટરમાં કુલ રોકાણમાંથી 40 ટકા રોકાણ ગુજરાતમાં થવાની શક્યતા છે, જે સંપૂર્ણ પટ્ટામાં આશરે 37 ટકા એરિયા ધરાવે છે.આ અંગે ખુશી વ્યક્ત કરીને એપીએમ ટર્મિનલ્સના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જેકોબ ફ્રિસ સોરેન્સને કહ્યું હતું કે, આ રોકાણ સાથે અમારો ઉદ્દેશ અમારા નેટવર્કને મજબૂત કરવાનો અને અમારા તમામ હિતધારકોને શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરવાનું જાળવી રાખવાનો છે. જોકે અમે વિસ્તરણ યોજના માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડ (GMB) પાસેથી કન્સેશન એક્ષ્ટેશનની પુષ્ટિ મળે એની રાહ જોઈ રહ્યાં છીએ. DFCના અમલ પછી કાર્ગો વૃદ્ધિ જોવા મળ્યા બાદ કન્ટેઇનર યાર્ડની ક્ષમતા વધારવામાં આવશે. અમને વૈશ્વિક અર્થતંત્ર અને વ્યવસાય U કર્વને અનુસરશે એવી અપેક્ષા છે અને વર્ષ 2021ના બીજા ત્રિમાસિક ગાળામાં વ્યવસાયો સામાન્ય સ્થિતિ ધારણ કરશે એવી આશા છે.પોર્ટની કામગીરીમાં એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે, સપ્લાય ચેઇનમાં અવરોધ ઊભો ન થાય અને આવશ્યક પુરવઠાની ઉપલબ્ધતા જળવાઈ રહે. પોર્ટ્સ મેરિટાઇમ સપ્લાય ચેઇનનું હાર્દ કે જીવાદોરી છે. લોકડાઉન દરમિયાન પણ એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે અમારા કર્મચારીઓ વચ્ચે એક પણ પોઝિટિવ કેસ વિના સફળતાપૂર્વક કામગીરી કરી છે, જે કર્મચારીઓ અને આસપાસના સમુદાયની સારસંભાળનો પુરાવો છે.