એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે સૌથી વધુ સંખ્યામાં ડબલ સ્ટેક ટ્રેનોનું સંચાલન કર્યું

  • કુલ 157 ડબલ સ્ટેક ટ્રેનો પોર્ટમાંથી કેટલાંક આઇસીડી પર રવાના થઈ હતી પોર્ટની કામગીરી શરૂ થયા પછી અત્યાર સુધીમાં માસિક ધોરણે સૌથી વધુ

પિપાવાવ,
એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે નવેમ્બર, 2020માં વધુ એક સીમાચિહ્નરૂપ સફળતા હાંસલ કરી છે. પોર્ટે નવેમ્બર, 2020માં કેટલાંક ઇનલેન્ડ કન્ટેઇનર ડેપો (આઇસીડી) સુધી સૌથી વધુ સંખ્યામાં ડબલ સ્ટેક ટ્રેનનું સંચાલન કર્યું છે. પોર્ટે આ મહિનામાં 181 ડબલ સ્ટેક ટ્રેનનું સંચાલન કર્યું હતું, જેમાંથી 157 ટ્રેનો આઉટવર્ડ ડબલ સ્ટેક ટ્રેનો હતી. પોર્ટે એની કામગીરી શરૂ કરી પછી અત્યાર સુધી માસિક ધોરણે સૌથી વધુ સંખ્યામાં આઉટવર્ડ ડબલ સ્ટેક ટ્રેનનું સંચાલન કર્યું હતું. પોર્ટ બ્લોક ટ્રેન લોડિંગની વિભાવના પ્રસ્તુત કરવામાં પથપ્રદર્શક છે, જે ગ્રાહકો અને કિંમતી કાર્ગોના ઝડપી અવરજવર માટે પ્રતિબદ્ધ છે. નવેમ્બર દરમિયાન આ પ્રકારની ઘણી બ્લોક ટ્રેનોનું લોડિંગ થયું હતું, જે અમારા કિંમતી ગ્રાહકો માટે પ્રતિબદ્ધ હતી. આ જ મહિનામાં સરેરાશ ટ્રેન ઓપરેશન ટાઇમ ટ્રેનદીઠ 4 કલાકથી ઓછો જાળવવામાં આવ્યો હતો. મહિના દરમિયાન વિવિધ કોમોડિટીઓ પિપાવાવ પોર્ટ પરથી અન્ય જગ્યાઓમાં રવાના કરવામાં આવી હતી અને અન્ય જગ્યાઓમાંથી પિપાવાવ પોર્ટ પર લાવવામાં આવી હતી. ટ્રેનો ઉત્તરપશ્ચિમમાં વિવિધ અંતરિયાળ સ્થાનોમાં રવાના થઈ હતી.
એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી યાકબ ફ્રિસ સોરેન્સેને કહ્યું હતું કે,આ અમારા પોર્ટ માટે મોટું સીમાચિહ્ન છે. ડબલ સ્ટેક ટ્રેનો ખરાં અર્થમાં લોજિસ્ટિક ઉદ્યોગ માટે આશીર્વાદરૂપ છે, જે કાર્ગોની ઝડપી, સલામત અને પ્રદૂષણમુક્ત અવરજવરને સુનિશ્ચિત કરે છે. આ સફળતા અમારી ક્ષમતા અને ગ્રાહકલક્ષી કામગીરીનો પુરાવો છે. આ આગામી થોડા મહિનામાં અમારા પોર્ટ સુધી DFC [ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર] કનેક્ટિવિટી ખુલી ગયા પછી વધારાના ટ્રાફિકનું સંચાલન કરવાની અમારીસજ્જતા પણ દર્શાવે છે.