એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે એમઇસીએલ સર્વિસ પર બર્થ ઉત્પાદકતાનો રેકોર્ડ તોડ્યો

પિપાવાવ,
ભારતમાં ડીએફસી સાથે જોડાયેલ પ્રથમ પોર્ટ એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે એમઇસીએલ સર્વિસ પર બર્થ ઉત્પાદકતાનો પોતાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. પોર્ટે એમઇસીએલ સર્વિસના મઅર્સ્ક સેન્ટોસા પર કલાકદીઠ 143.26 મૂવની બર્થ ઉત્પાદકતા (બીપી) હાંસલ કરી હતી. પોર્ટે ગયા વર્ષે આ જ સર્વિસ પર 140 બીપી મૂવનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.એમઇસીએલ સર્વિસ ભારતને યુએસઇસી સાથે જોડે છે, જેમાં સવાન્નાહ, નોર્ફોલ્ક, નેવાર્ક, અલ્જેસિરાસ તથા મધ્ય પૂર્વના પોર્ટ સૈયદ ઇસ્ટ, જિબોટી, સલાલાહ, જેબેલ અલી અને પોર્ટ કાસિમ પોર્ટ સામેલ છે. જહાજ સિરામિક, ઓટો પાર્ટ, યાર્ન, સીફૂડ, બટાટા, ટાઇલ્સ, વ્હાઇટ ગૂડ્સ, ગાર્મેન્ટ, વેસ્ટપેપર, ન્યૂઝ પ્રિન્ટનું આયાત અને નિકાસ માટે વહન કરે છે. આ સીમાચિહ્નરૂપ સફળતા પર એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના એમડી શ્રી જેકોબ ફ્રિસ સોરેન્સેને કહ્યું હતું કે, અમને અમારા પોર્ટ પર બર્થ ઉત્પાદકતાનું નવું સીમાચિહ્ન સર કરવાની ખુશી છે. આ સફળતા અમારી ગ્રાહકકેન્દ્રિત કામગીરી, સંવેદનશીલ કાર્ગોના પરિવહનનું વ્યવસ્થાપન કરવા સાતત્યપૂર્ણ સંકલનક્ષમતા, કુશળ સ્ટાફ અને માળખાગત સક્ષમતાનો પુરાવો છે. અમે અમારા ગ્રાહકો, તેમના પ્રતિનિધિઓ, યુએસઇસી ટ્રેડ હિતધારકો અને શિપિંગ લાઇન્સનો અમારી ક્ષમતામાં વિશ્વાસ મૂકવા બદલ આભાર માનીએ છીએ. અમે અમારા ગ્રાહકોને બર્થ પર, યાર્ડમાં અને ગેટ પર ઉચ્ચ કાર્યદક્ષતા પ્રદાન કરવા આતુર છીએ.