એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ ખાડીના બજારોમાં નવી સર્વિસ મારફતે ગ્રાહકોને સુવિધા આપશે

પિપાવાવ,
એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે ડિસેમ્બરની શરૂઆતમાં પોર્ટ પર શાહીન એક્સપ્રેસના પ્રથમ કોલને આવકાર આપ્યો હતો. મઅર્સ્ક દ્વારા ઓપરેટ થતા વીકલી સર્વિસ જેબેલ અલી – દમ્મામ – જેબેલ અલી – મુન્દ્રા – પિપાવાવ – જેબેલ અલીના પોર્ટ વચ્ચે ફરશે. આ સર્વિસ જેબેલ અલી સુધી પહોંચવામાં 2 દિવસનો સમય લાગશે અને દમ્મામ પહોંચવામાં 4 દિવસ લાગશે, જેના પગલે ખાડીના બજારોમાં પહોંચવામાં સૌથી ઝડપી ટ્રાન્ઝિટ ટાઇમ પૂરી પાડતી સેવાઓ પૈકીની એક બની છે.
ભારત અને યુએઈ વચ્ચે મે, 2022માં સંપૂર્ણ આર્થિક ભાગીદારી સમજૂતી (સીઇપીએ) થયા પછી બંને વિસ્તારો વચ્ચે વેપાર વેપારમાં વધારો થયો છે. ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ, ઝડપથી બગડી જાય એવી ખાદ્ય સામગ્રીઓ, ટેક્સટાઇલ, એપેરલ અને રસાયણો એવી કોમોડિટીઓ છે, જેને ગ્લોબલ ફીડર્સ દ્વાર પશ્ચિમના દેશોને જોડતી નવી સર્વિસીસમાંથી મુખ્યત્વે ફાયદો થશે.
એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના એમડી શ્રી જેકોબ ફ્રિસ સોરેન્સેને કહ્યું હતું કે, એપીએમ ટર્મિનલ્સ પિપાવાવને મઅર્સ્ક અને ગ્લોબલ ફીડર્સ સાથે જોડાણમાં વિશ્વસનિય વીકલી સર્વિસ શરૂ કરવાની ખુશી છે, જે ભારત અને ખાડીના બજારો વચ્ચે વેપાર માટે વધતી માગને પૂર્ણ કરશે. એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ અને પિપાવાવ રેલ કોર્પોરેશન લિમિટેડ (પીઆરસીએલ) ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર દ્વારા ઉત્તર-પશ્ચિમના અંતરિયાળ વિસ્તારોમાં વિવિધ આઇસીડીને સેવા આપવા આ નવી સર્વિસનો ઉપયોગ કરશે.