એપીએમ ટર્મીનલ દ્વારા મોબાઇલ વેટ કલીનીક મેડીકલ સેવા

અમરેલી,મોબાઇલ વેટ ક્લિનિક પશુઓના સ્વાસ્થ્ય સાથે સંબંધિત ટેલીફોનિક અને ઓન ધ સ્પોટ સેવાઓ પૂરી પાડે છે. મોબાઇલ વેટ ટીમે થાવી અને શિયાલ બેટ જેવા અંતરિયાળ ગામડાઓમાં ઇમરજન્સી સેવાઓ પૂરી પાડી છે. તાજેતરમાં વેટ ટીમને શિયાલ બેટના સરમનભાઈનો કોલ આવ્યો હતો, જેમાં તેમણએ યુટેરિન પ્રોલેપ્સથી પ ડિત ગાયની સ્થિતિ નાજુક હોવાની જાણકારી આપીને મદદ માંગી હતી. ટીમ તરત શિયાલ બેટ પહોંચી ગઈ હતી અને ગાયની મદદ કરી હતી. સરમનભાઈએ જાણકારી આપી હતી કે, જો ટીમે તાત્કાલિક સારવાર ન કરી હોત, બિમારી ગાયને ભરખી ગઈ હોત. મોબાઇલ વેટ ક્લિનિક 30થી વધારે ગામડાઓમાં દરરોજ આશરે 5થી 6 કેસને ઇમરજન્સી મેડિકલ સપોર્ટ આપવા સક્ષમ બનાવે છે. એપીએમ ટર્મિનલ્સ પિપાવાવમાં અમે આ પ્રકારનાં મુશ્કેલ સમયમાં આપણાં સમુદાયને ટેકો આપવામાં દ્રઢપણે માનીએ છીએ.