એમેઝોનના સીઇઓ જેફ બેઝોસની સંપત્તિ ૨૦૦ કરોડને ડોલરને પાર

  • બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ રિપોર્ટ પ્રમાણે
  • ટેસ્લાના એલન મસ્ક પણ ૧૦૦ અબજ ડોલરના કલબમાં સામેલ

    એમેઝોનના ફાઉન્ડર અને સીઈઓ જેફ બેજોસની સંપત્તિ ૨૦૦ કરોડ ડોલરને પાર પહોંચી ગઈ છે. ભારતીય કરન્સીમાં તે લગભગ ૧૪૮૫૯.૩૦ અરબ રૂપિયા થાય છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ પ્રમાણે, એમેઝોનના શેર બુધવારે રેકોર્ડ હાઈ સપાટી પર પહોંચવાને કારણે બેઝોસની સંપત્તિમાં ઉછાળો આવ્યો હતો અને તે ૨૦૦ અરબ ડોલર સપંત્તિવાળા દૃુનિયાના પહેલાં વ્યક્તિ બની ગયા છે.
    આ વચ્ચે ટેસ્લા ઈંકના શેરોમાં ઉછાળો આવવાથી એલન મસ્કની સંપત્તિ ૧૦૧ ડોલર પહોંચી ગઈ છે. ફેસબૂકના માર્ક ઝુકરબર્ગ ઓગસ્ટ મહિનામાં જ ૧૦૦ અરબ ડોલરના ક્લબમાં સામેલ થઈ ચૂક્યા છે. બુધવારે માર્કની સંપત્તિમાં ૮.૫ અરબ ડોલરનો વધારો થયો હતો.
    જણાવી દઈએ કે આ વર્ષે દૃુનિયાના ૫૦૦ સૌથી અમીર વ્યક્તિઓની સંપત્તિમાં ૮૦૯ અરબ ડોલરનો વધારો થયો છે. એકબાજુ કોરોના મહામારીને કારણે વિશ્ર્વના તમામ દૃેશોની જીડીપીમાં ઘટાડો જોવા મળી રહૃાો છે, લાખો-કરોડો લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે ત્યાં દૃુનિયાના આ ૫૦૦ સૌથી અમીરોની સંપત્તિમાં જાન્યુઆરીથી અત્યાર સુધી ૧૪ ટકા વધી છે. એલન મસ્કની સંપત્તિમાં ૭૩.૬ અરબ ડોલર વધી છે, તો બેઝોસની સંપત્તિમાં ૮૭.૧ અરબ ડોલર વધી છે.
    અમેરિકાનાં અમીરો જ નહીં ભારતના મુકેશ અંબાણી પણ આ મહિને દૃુનિયાના ૫ સૌથી અમીરોની લિસ્ટમાં સામેલ થઈ ગયા છે અને આ લિસ્ટમાં સામેલ થનાર એશિયાના તે પ્રથમ વ્યક્તિ છે. આ વર્ષે તેઓની સંપત્તિમાં ૨૨.૫ અરબ ડોલર( ૧૬૭૧.૬૭ અરબ રૂપિયા) વધી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફેસબૂક અને અન્ય કંપનીઓનાં રોકાણને કારણે અંબાણીની સંપત્તિમાં ધરખમ ઉછાળો થયો છે. હાલ આ સમયે મુકેશ અંબાણી દૃુનિયાના સાતમાં સૌથી અમીર વ્યક્તિ છે. અને તેઓની સંપત્તિ ૮૧.૧ અરબ ડોલર છે.