એમેઝોને યુચર ગ્રુપને રિલાયન્સ સાથેના કરાર કરવા પર કાનૂની નોટિસ ફટકારી

અમેરિકન ઇ-કોમર્સ કંપની એમેઝોન ડોટ કોમએ યુચર ગ્રુપને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સાથે ૨૪,૭૧૩ કરોડ રૂપિયાનો કરારને લઇ નોટિસ ફટકારી છે. કંપનીનો આરોપ છે કે આ પ્રોપર્ટી ટ્રાન્સફર ડીલ તેની સાથે યુચર ગ્રુપે કરેલા કરારનું ઉલ્લંઘન છે. એમેઝોનના પ્રવક્તાએ કહૃાું, અમે અમારા કરારના અધિકારનું પાલન કરવા આ પગલાં લીધાં છે. આ મામલો હજી કોર્ટમાં પેન્ડિંગ છે, તેથી અમે વધુ માહિતી આપી શકતા નથી.એમેઝોનએ ગત વર્ષે યુચર ગ્રુપની લિસ્ટમાં આવેલી કંપની યુચર કુપન્સ લિમિટેડમાં ૪૯ ટકા હિસ્સો ખરીદ્યો હતો. કંપનીએ જૂથની લેગશિપ કંપની યુચર રિટેલમાં ૩થી ૧૦ વર્ષના સમયગાળા બાદ હિસ્સો ખરીદવાનો અધિકારનો સોદા કરવામાા આવ્યો છે. યુચર કુપન્સની યુચર રિટેલમાં ૭.૩ ટકા હિસ્સો છે.આ વર્ષે ઓગસ્ટમાં યુચર ગ્રુપે રિલાયન્સ ગ્રુપને તેના રિટેલ, થોક, લોજિસ્ટિક્સ અને સ્ટોરેજ યુનિટ વેચવાના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. આ ડીલને હજી નિયમનકારી મંજૂરી મળવાની બાકી છે.યુચર કુપન્સને એમેઝોન તરફથી કાનૂની નોટિસ મળી છે. યુચર ગ્રુપને આ સૂચના એવા સમયે મળી છે જ્યારે દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ રિટેલ રીચર્સ વેન્ચર્સ લિમિટેડ ભંડોળ ભેગુ કરવામાં લાગી છે.ચાર સપ્તાહથી ઓછા સમયમાં કંપનીએ સિલ્વરલેક, કેકેઆર, જનરલ એટલાન્ટિક, જીઆઈસી, ટીપીજી, મુબડાલા અને એડીઆઈએ પાસેથી રૂપિયા ૩૭,૭૦૦ કરોડ એકત્ર કર્યા છે. રિલાયન્સ રિટેલની દેશના ૭,૦૦૦ જેટલા શહેરો અને નગરોમાં છે.