એમેઝોન પ્રાઈમ ઈન્ડિયાના ૪ અધિકારીઓની કરી પુછપરછ

  • તાંડવ વેબ સિરિઝ મુદ્દે હઝરતગંજ પોલીસે

 

તાંડવ વેબ સિરિઝમાં વિવાદિત સીન બતાવવા મામલે હઝરતગંજ પોલીસે એમેઝોન પ્રાઈમ ઈન્ડિયાના ચાર અધિકારીઓની પુછપરછ કરી હતી. આ તમામ અધિકારીઓને હાલમાં જ નોટિસ પાઠવી નિવેદન નોંધાવવા બોલાવવામાં આવ્યા હતા. પોલીસે આ મામલામાં કંપનીના કન્ટેન્ટ હેડ, સિરિઝના નિર્માતા, નિર્દૃેશક અને લેખકની પહેલા પુછપરછ કરી હતી.

એમેઝોન પ્રાઈમ ઈન્ડિયાના ૪ મુખ્ય અધિકારીઓ ફાઈનાન્સ હેટ નિશાંત બધેલા, માર્કેટિંગ હેડ માનસ મલ્હોત્રા, પ્રોડક્શન હેડ ગૌરવ ગાંધી અને બિઝનેસ હેડ ભાવિની શેઠ પોતાના વકીલ સાથે બુધવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં પુછપરછ ચાલી રહી હતી. તમામ અધિકારીઓએ ડીએસપી મધ્ય સોમન વર્મા સામે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.