એમ્બાપ્પેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ:પીએસજીના સાતમા ખેલાડી થયો કોરોનાગ્રસ્ત

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી કિલિયન એમ્બાપ્પે ટીમનો કેમ્પ છોડીને ઘરે પરત ફર્યા છે. ફ્રાન્સના સ્ટ્રાઈકર કિલિયન એમ્બાપ્પે કોરોના સંક્રમિત થયા છે. તે યુઈએફએ નેશન્સ લીગમાં મંગળવારે ક્રોએશિયા સામેની મેચમાં નહિ રમે. ફ્રેન્ચ ફૂટબોલ ફેડરેશને આ જાણકારી આપી. તે કોરોનાવાયરસથી સંક્રમિત થનાર ફ્રેન્ચ ફૂટબોલ ક્લબ પેરિસ સેન્ટ જર્મનનો સાતમો ખેલાડી છે. તેમની પહેલા નેમાર, માઉરો ઇકાર્ડી, એન્જલ ડી મારિયા,
લિએન્ડ્રો પેરડેસ, કેલર નવાસ અને માર્કિનોસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ગયા મહિને ૨૩ ઓગસ્ટે બાર્યન મ્યૂનિખ સામેની ચેમ્પિયન્સ લીગની ફાઇનલ બાદ તમામ ૬ ખેલાડીઓ સ્પેનના આયલેન્ડ ઇબિઝામાં વેકેશન માટે ગયા હતા. કોરોના સંક્રમિત હોવાની જાણકારી મળતા એમ્બાપ્પે ફ્રાન્સની ટીમનો કેમ્પ છોડીને સોમવારે ઘરે પરત ફર્યા છે. તે અત્યારે ઘરે જ આઇસોલેશનમાં છે. તેમનામાં કોરોનાના કોઈ લક્ષણ દૃેખાયા નથી.
પીએસજીના સ્પોર્ટિંગ ડાયરેક્ટર લિયોનાર્ડો એમ્બાપ્પેના કોરોના સંક્રમિત હોવાના મામલે ફ્રેન્ચ ફૂટબોલ એસોસિએશનથી નારાજ છે. તેમણે કહૃાું, કોઈએ અમને તેમના સંક્રમિત હોવાની જાણકારી આપી નહોતી. અમને મીડિયાથી ખબર પડી કે અમારો એક ખેલાડી પોઝિટિવ છે. તેમણે માત્ર નિવેદન જારી કરતા કહૃાું કે, પ્લેયરને ઘરે મોકલી દીધો છે. ફેડરેશનમાંથી કોઈએ અમારો સંપર્ક કર્યો નહોતો.