એમ્સનો ફોરેન્સિક રિપોર્ટ શુક્રવાર સુધી આવી શકે છે

  • સુશાંત કેસના મૂળ સુધી પહોંચવાની કોશિશ
  • સીબીઆઈની ટીમ સતત સુશાંતસિંહના કેસમાં પૂછપરછ કરી રહી છે અને પુરાવા એકઠા કરવાની કામગીરી કરે છે

સુશાંતસિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ ટીમ સતત કેસના મૂળ સુધી પહોંચવા માટે અને પુરાવા એકઠા કરવા માટે પૂછપરછ કરી રહી છે. સોમવારે સીબીઆઈની ટીમ રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તીની પૂછપરછ કરી આ સિવાય ટીમ એ રિસોર્ટમાં પણ ગઈ હતી જ્યાં સુશાંત કથિત રીતે ૨ મહિના સુધી જાદૃૂ-ટોણા માટે રોકાયા હતા. આજે સીબીઆઈ ટીમ સંદીપ શ્રીધર, લેટમેટ સિદ્ધાર્થ પિઠાની, કૂક નિરજસિંહ, અકાઉન્ટન્ટ રજત મેવાતી અને હાઉસ હેલ્પ કેશવની પણ પૂછપરછ કરી રહી છે. હવે આ કેસમાં ફોરેન્સિક રિપોર્ટ મામલે મહત્વની વાત સામે આવી છે. સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ અને વિસરા રિપોર્ટની તપાસ સીબીઆઈએ એમ્સના એક ફોરન્સિક ટીમ પાસે કરાવી છે. જેમાં સુશાંતના મૃત્યુનું કારણ , તેનો સમય અને પોસ્ટમોર્ટમમાં કરાયેલી બેદરકારી સામે આવી શકે છે. એમ્સની ટીમ આ રિપોર્ટ શુક્રવારે સીબીઆઈને સોંપી શકે છે.એમ્સની ટીમ ડૉક્ટર સુધીર ગુપ્તાની અધ્યક્ષતામાં આ તપાસ કરી રહી છે. સીબીઆઈ ટીમ સુશાંતના ડૉક્ટર રહેલા ડૉક્ટર ચાવડા અને અન્ય ૩ સાયકોલોજિસ્ટની પૂછપરછ કરી શકે છે. સીબીઆઈ ડૉક્ટરોને પૂછપરછ કરી શકે છે કે સુશાંતને શું તકલીફ હતી અને શું દવાઓ આપવામાં આવી રહી હતી. આ ડૉક્ટરો સાથે રિયા ચક્રવર્તીએ જ સંપર્ક કર્યો હતો. સુશાંત કેસની તપાસમાં સીબીઆઈએ પૂછપરછ માટે મંગળવારે લેટમેટ રહેલા સિદ્ધાર્થ પિઠાનીને બોલાવ્યા છે. આ સાથે સુશાંતના સીએ સંદીપ શ્રીધરને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે. માનવામાં આવે છે કે સંદીપ શ્રીધર સુશાંતની કંપનીઓ, ઈનકમ અને ખર્ચાની જાણકારી લેવામાં આવશે. એક દિવસ પહેલા પણ સુશાંતની કંપનીઓને લઈને રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તીની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે.