એરલાઇન કંપનીઓને ખાદ્ય પીરસવાની છૂટ, માસ્ક કરાયું ફરજીયાત

હવાઈ મુસાફરી માટે સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન
ન્યુ દિલ્હી,તા.૨૮
ઘરેલું અને આંતરરાષ્ટ્રીય લાઇટ્સ મુસાફરો માટે ફરી ખુશખબર આવી છે. હવે પહેલાંની જેમ ભોજન પીરસવામાં આવશે. ઉડ્ડયન મંત્રાલયે સ્ટાન્ડર્ડ ઓપરેિંટગ પ્રક્રિયા એટલે કે એસઓપીમાં ફેરફાર કર્યો છે. જે બાદ એરલાઇન કંપનીઓને ખાદ્ય પીરસવાની છૂટ આપવામાં આવી છે. મુસાફરોને હવે પહેલાંની જેમ લાઇટ્સમાં હવાઈ મુસાફરી દરમિયાન પેકેજ્ડ ફૂડ, નાસ્તા અને પીણાં પીરસવામાં આવશે. આંતરરાષ્ટ્રીય લાઇટ્સ માટે એરલાઇન્સ હવે પ્રમાણભૂત નિયમો અનુસાર મર્યાદિત પીણા વિકલ્પોવાળા ગરમ ભોજનની સેવા કરી શકે છે. માસ્કને લઈને પણ કડક નિયમો ઘડાયા છે.
મુસાફરી સમયે, હવે જો કોઈ મુસાફરો મુસાફરી દરમિયાન માસ્ક પહેરવાનો ઇનકાર કરે છે, તો તેનું નામ પણ નો લાય લિસ્ટમાં મૂકી શકાય છે. આ સાથે સરકારે એરલાઇન્સ કંપનીઓને ડિસ્પોઝેબલ પ્લેટો, કટલરી અને સેટ અપ પ્લેટોનો ઉપયોગ કરવા જણાવ્યું છે, જે ફરીથી ઉપયોગમાં લેવામાં આવશે નહીં. ચા, કોફી અને અન્ય પીણા ડિસ્પોઝેબલ ગ્લાસમાં આપવામાં આવશે. આ સાથે, ક્રૂએ દૃરેક ભોજન અને પીણા સેવા માટે ગ્લોવ્સનો નવો સેટ પહેરવો પડશે. ખાદ્યપદૃાર્થોની ઘોષણાની સાથે, સરકારે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય લાઇટ્સ માટે લાઇટ મનોરંજનને પણ મંજૂરી આપી દિધી છે.
સરકારે એરલાઇન્સને સુનિશ્ર્ચિત કરવા જણાવ્યું છે કે ડિસ્પોઝેબલ ઇયરફોનનો ઉપયોગ કરવામાં આવે, અથવા મુસાફરોને સ્વચ્છ અને જીવાણુ નાશક કરાયેલ ઇયરફોન પૂરા પાડવામાં આવે. એસઓપીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એરલાઇન્સને દરેક લાઇટ પછી તમામ ટચપોઇન્ટ્સને સાફ અને જંતુમુક્ત કરવી આવશ્યક છે. જેથી મુસાફરોની સલામતીનું ધ્યાન રાખી શકાય.