એર ઇન્ડિયાના કર્મચારીઓના ખરાબ દિવસો પૂરા થઈ રહૃા નથી. ત્યાં ફરી એકવાર એર ઇન્ડિયાના કર્મચારીઓના પગારમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેમના માસિક ભથ્થામાં ૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પાઇલટ્સના ભથ્થામાં પણ ૪૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
એર ઇન્ડિયા દ્વારા ૨૨ જુલાઈએ જારી કરવામાં આવેલા આંતરિક આદૃેશમાં, આ કપાત આપવામાં આવ્યો છે. ૨૫ હજારથી વધારે માસિક કુલ પગાર મેળવતા કર્મચારીઓના માસિક ભથ્થામાં ૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવશે તેમ જણાવાયું છે. હુકમ મુજબ કર્મચારીઓના મૂળ પગાર અને ઈન્ડસ્ટ્રિયલ ડિયરનેસ અલાઉન્સ અને હાઉસ રેંટ અલાઉન્સમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આ અગાઉ માર્ચ મહિનામાં પણ એર ઇન્ડિયાના કર્મચારીઓના ભથ્થામાં ૧૦ ટકાનો ઘટાડો થયો હતો.
આદૃેશ મુજબ, ‘જનરલ કેટેગરી ઓફિસર્સનાં ઉપરોક્ત સિવાયના અન્ય પણ દરેક ભથ્થાઓમાં ૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવશે. એ જ રીતે ‘જનરલ કેટેગરી સ્ટાફ અને ‘ઓપરેટર ના માસિક ભથ્થામાં ૩૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે. કેબિન ક્રૂ સભ્યોના અન્ય તમામ ભથ્થામાં ૨૦ ટકાનો ઘટાડો કરવામાં આવશે.