અમરેલી,ગીરના પ્રવેશદ્વાર એવા ધારીના દલખાણીયા ગામમાં સિંહ આવતા બંધ થઇ ગયા ડુબકયા વિસ્તારમાં પણ ઓછા થઇ ગયા છે છેલ્લા એક સપ્તાહમાં ધજડી, અભરામપરા, તુલસી શ્યામ વિસ્તારમાંથી અલગ અલગ ત્રણ ગૃપના 14 જેટલા સિંહોને પકડી લઇ જવાયા હોવાની ચર્ચા વન્યપ્રાણી ચિંતકોમાં થઇ રહી છે અને તેમા પણ એશીયાઇ સિંહો ઉપર ફરી વાયરસનું જોખમ આવ્યું હોવાનુ કહેવાય છે જેને વનતંત્રએ સતાવાર સમર્થન નથી આપ્યું પણ જો આમ ન હોય તો આ સિંહોને પકડીને શા માટે લ્લિ જવાય છે અને કોણ લ્લિ જાય છે તેની સ્પષ્તા શા માટે નથી કરાતી તેવો સવાલ પણ ઉઠયો છે.
સાથે સાથે અમરેલી રેવન્યું વિસ્તારમાંથી અમરેલી જિલ્લામાં લીલીયા સહિતના બૃહદ ગીરમાં મોટી સંખ્યામાં સિંહો વસે છે તેની સાથે શુ થઇ રહયું છે તેની તપાસ માટે ધારી ડીએફઓનો સંપર્ક કરાતા તેમનો નંબર કવરેજ ક્ષેત્રની બહાર આવ્યો છે.