- અમરેલી જિલ્લામાં કોરોનાનાં વધુ 20 કેસ : કુલ કેસ 563 : 7 શંકાસ્પદ દર્દીઓ દાખલ
- બ્રાહ્મણ સોસાયટીમાં 4 કેસ આવતા ટીમો સાથે 970 ઘરના 4 હજાર લોકોની ચકાસણી : હવે ચિતલ રોડ ઉપર પોઝિટિવ કેસ આવ્યા હોય તંત્ર ત્યાં સર્વે કરશે
- કુંડલા નેસડી રોડ, હિંડોરણા, ધારી, બાબરા, કુંકાવાવ, વડિયા, લાઠી, મોટા બારમણ, અમરેલી કસ્બાવાડ, ટીંબડીયા સહિતનાં વિસ્તારોમાં પોઝીટીવ કેસો આવતા તંત્ર વધુ સજાગ
અમરેલી, અમરેલી જિલ્લામાં ગુરૂવારે કોરોનાનાં વધ્ાુ 20 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજુલા હરીજનવાસ, કુંડલા નેસડી રોડે સર્વોદય નગર, રાજુલાના હિંડોરણા, ધારીની નવી વસાહત, બાબરા જીઆઇડીસી, વડીયા, કુંકાવાવ પોલીસ લાઇન, વડીયા સ્વામી નારાયણ ગુરૂકુળ, ખાંભા, ખાંભાની આનંદ સોસાયટી, શેડુભાર, અમરેલી નાગનાથ મંદિર પાછળ બે વર્ષની બાળકી સહિત 3 કેસ, ચિતલના ધારેેશ્ર્વર મંદિર પાસે, લાઠીની આલમગીરી હોટલ 2 કેસ, સાવરકુંડલા તથા કુંડલા પોલીસ લાઇન અને ખાંભાના મોટા બારમણમાં આજે પોઝિટિવ કેસ નોંધાયા હતા.જ્યારે અમરેલી કસ્બાવાડ, લીલીયાના ટીંબડીયા, અમરેલીના ઘનશ્યામ ગનર, કુંકાવાવના અરજણસુખ, સરંભડા, ચિતલ પ્રાથમિક સ્કુલ અને જાફરાબાદના શેલણાના શંકાસ્પદ કેસ હોસ્પિટલમાં દાખલ થયા છે અને તંત્ર દ્વારા રેપીડ ટેસ્ટ પુરજોશમાં ચાલુ છે.