એસપીના લોક દરબારમાં દારૂની ફરિયાદોનો પણ ધોધ

  • સતત બે દિવસ ચાલેલા લોક દરબારમાં બીજા દિવસે એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા એક્શન શરૂ 

અમરેલી,
અમરેલીમાં ગઇ કાલે યોજાયેલા એસપીશ્રી નિર્લિપ્ત રાયના લોક દરબારમાં વ્યાજખોરી, જમીન પડાવવાના અને પરાણે બાનાખત કરાવવાની ફરિયાદોનો ધોધ વહયો હતો ગઇ કાલે સમય પુરો થવા છતા અરજદારો ન ખુટતા આજે બીજા દિવસે અરજદારોને બોલાવી અને તેની ફરિયાદોનું વર્ગીકરણ કરી અરજદારોના મોબાઇલ નંબર, સરનામા લઇ અને તેમને એક પછી એક બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે બીજી તરફ લોક દરબાર દરમિયાન વ્યાજખોરી, માથાભારે લોકો દ્વારા જમીન પડાવવાનું અને પરાણે બાનાખત કરાવવાના આક્ષેપો વચ્ચે મોટા પ્રમાણમાં જિલ્લાભરમાં દારૂની બદીએ માજા મુકી હોય તેની ફરિયાદોનો પણ મોટો ધોધ વહયો હતો.
એસપીશ્રી દ્વારા પતિ પત્ની, પારિવારીક, ભાગી જવાના જેવા બનાવો અંગે મહિલા પોલીસને કેસો સોંપવામાં આવ્યા હતા અને બીજા ક્રમે લેન્ડ ગ્રેબીંગ, દાદાગીરી, વ્યાજખોરી જેવા ગંભીર અપરાધોની ફરિયાદ માટે અરજદારોના નામ અને નંબર લઇ એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા જાતે તેમને એક પછી એક સાંભળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ગઇ કાલથી લોક દરબારમાં આવેલી દારૂની ફરિયાદોને અનુલક્ષીને જિલ્લાભરની પોલીસને આજે દારૂના વેપારીઓ ઉપર તથા નશાખોરો ઉપર તુટી પડવાનો આદેશ કરવામાં આવતા આજે જિલ્લાભરમાં પોીસ તંત્ર દ્વારા વ્યાપક પ્રમાણમાં દારૂના દરોડાઓ શરૂ કરવામાં આવ્યા છે
અમરેલી એલ.સી.બી ના ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી આર. કે. કરમટા તથા પો.સ.ઇ શ્રી પી.એન.મોરીની રાહબરી નીચે અમરેલી એલ.સી.બી ટીમે ગઈકાલ તા 10/02/2021 ના રોજ અમરેલી શહેરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલોની આઇ- ટવેન્ટી કારમાં હેરફેર કરતા દર્શનભાઇ ઉર્ફ ડગુ કમલેશભાઇ ધોળકીયા, ઉ.વ.30, રહે.અમરેલી, ચિતલ રોડ, તપોવન સોસાયટી તા.જિ.અમરેલીને ભારતીય બનાવટની વિદેશી દારૂની જયુબિલી રેર વ્હીસ્કીની 750 મી.લી ની બોટલો નંગ – 11 કિં.રૂ.3300/- તથા આઇ ટવેન્ટી કાર કિ.રૂ.2,00,000/- તથા મોબાઇલ ફોન – 1 કિં.રૂ.1,000/- મળી કુલ કિં.રૂ.2,04,300/- નો મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.