એસપીશ્રી નિર્લિપ્ત રાયના ઘેર પુત્ર રત્નનો જન્મ

અમરેલી,
રવીવારે અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાયના ઘેર પુત્ર રત્નનો જન્મ થતા ગુનેગારો માટે કાળ અને સજજનોના પ્રિય શ્રી નિર્લિપ્ત રાય ઉપર વધાઇ અને શુભકામનાઓનો ધોધ વહ્યો હતો અને સાથે સાથે અમરેલીના તત્કાલીન કલેકટર શ્રી આયુષ ઓકની જેમ જ એસપીશ્રી માટે અમરેલી યાદગાર બન્યું છે કારણ કે અમરેલીના ફરજ કાળ દરમિયાન જ શ્રી આયુષ ઓક પિતા બન્યા હતા.
આઝાદી પછી પહેલી જ વખત ગુંડાગીરીને ભુતકાળ બનાવવા સહિત અનેક બનાવો સાથે અમરેલી જિલ્લો એસપી શ્રી નિર્લિપ્ત રાય માટે યાદગાર બન્યો છે અને હવે તેમના ઘેર પુત્રનો જન્મ થતા તેમા વધુ એક ઉમેરો થયો છે શ્રી નિર્લિપ્ત રાય ઉપર તેમના ચાહકો, મિત્રો, અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રના આગેવાનો દ્વારા વધાઇ સાથે શુભકામનાઓ પાઠવાઇ રહી છે.