એસપીશ્રી હિમકરસિંહની દરખાસ્તથી વધ્ાુ એક ગુનેગારને જેલમાં ધકેલતા કલેક્ટરશ્રી

અમરેલી,
અમરેલીનાં એસપીશ્રી હિમકરસિંહની સુચનાથી દારૂનાં ધંધાર્થીઓને ડામવા માટે ગઇ કાલે એક શખ્સની પાસામાં અટક કર્યા બાદ આજે ફરી એસપીશ્રીની સુચનાથી એલસીબી પીઆઇ શ્રી અલ્પેશ પટેલએ ધારીનાં માણાવાવ ગામનાં પ્રતાપ માણાભાઇ માંજરીયા સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી કલેક્ટરશ્રી સમક્ષ મોકલી આપતા કલેક્ટરશ્રી અજય દહિયાએ આ શખ્સ સામે પાસાનું વોરંટ ઇસ્યુ કરતા એલસીબી ટીમે વંડા અને કુંડલા પંથકમાં દારૂનો ધંધો કરનાર આ શખ્સને પાસા હેઠળ જિલ્લા જેલ નડીયાદ ખાતે મોકલી આપ્યો .