એસપી શ્રી નિર્લિપ્ત રાયની ટીમ બોટાદમાં ત્રાટકી : નદીકાંઠે જુગાર રમતા 24 ઝડપાયા

અમરેલી,
સ્ટેટ મોનીટરીંગ સેલના એસપીશ્રી નિર્લિપ્ત રાયની સુચનાથી પીઆઇ શ્રી કે.બી. સાંખલાની ટીમે બોટાદમાં ગોળ બજારમાં ઉતાવળી નદીના કાંઠે દરોડો પાડી ઇશ્ર્વર વશરામ મકવાણા સહિત 24 શખ્સોને રૂા.54610 ની રોકડ, 18 મોબાઇલ અને ત્રણ વાહનો મળી કુલ રૂા.1,79,110 ના મતા કબ્જે કરી હતી આ દરોડા દરમિયાન બોટાદના પ્રવિણભાઇ જોષી (મહારાજ) ચેતન ગઢવી અને સલીમ મુસ્લિમ ફરાર થઇ ગયા હોય તેમની શોધખોળ શરૂ કરી .