એસપી શ્રી નિર્લિપ્ત રાય દ્વારા ગામડાઓમાં ગુંડાગીરી વિરોધી મીશનનો પ્રારંભ કરાયો

  • પાદરગઢ, વડ, સેંજળમાં માઇક દ્વારા જાહેરાત કરાઇ
  • ત્રણેય ગામના લોકોને ફરિયાદો એસપીશ્રીને આપવા અનુરોધ કરાયો : આજે એસપીશ્રી નિર્લિપ્ત રાય આ ગામો પૈકીના કોઇ ગામમાં કેમ્પ કરે તેવી શક્યતા

અમરેલી,
એસપી શ્રી નિર્લિપ્ત રાય દ્વારા અમરેલી જિલ્લાનાં ગામડાઓમાં ગુંડાગીરી વિરોધી મીશનનો પ્રારંભ થઇ ચુક્યો હોવાનું જાણવા મળેલ છે અમરેલી જિલ્લાનાં પાદરગઢ, વડ, સેંજળમાં માઇક દ્વારા જાહેરાત કરાઇ હતી અને ત્રણેય ગામના લોકોને ફરિયાદો એસપીશ્રીને આપવા અનુરોધ કરાયો હતો આજે એસપીશ્રી નિર્લિપ્ત રાય આ ગામો પૈકીના કોઇ ગામમાં કેમ્પ કરે તેવી શક્યતા હોવાનું પણ જાણકાર સુત્રોએ જણાવ્યુ હતુ.