એસબીઆઇએ હોમ લોનના વ્યાજદરમાં ૦.૩૦ ટકાનો ઘટાડો કર્યો

દેશની સૌથી મોટી બેક્ધએ ઘર ખરીદનારાઓને મોટી ભેટ આપી છે. હોમ લોનના વ્યાજ દરમાં ૩૦ બેસિસ પોઈન્ટ્સ એટલે કે ૦.૩૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેના કારણે હવે બેક્ધની હોમ લોનના વ્યાજ દર ૬.૮૦ ટકા પર આવી ગયા છે. તમે જો યોનો, બેક્ધની વેબસાઈટ અને www.sbiloansin59minutes.com દ્વારા લોન માટે એપ્લાય કરો છો તો તમને વધુ ૫ ટકાનું ડિસ્કાઉન્ટ વ્યાજ પર મળશે. લોનના દર પર આ કન્સેશન ૨૧ માર્ચ સુધી લાગુ રહેશે.

ગોદરેજ હાઉસિંગનો વ્યાજ દર ૬.૬૯ ટકા છે. જ્યારે યુનિયન બેક્ધની હોમ લોનનો વ્યાજ દર ૬.૮૦ ટકા ઘણા સમયથી છે. SBI એ તેના દરોમાં કાપ મૂકીને અન્ય બેક્ધોને પણ દરો ઘટાડવા માટે મજબૂર કરી દીધી છે. દેશની મોટી બેક્ધ કે NBFC નો હોમ લોનનો વ્યાજ દર ૭ ટકાની આસપાસ છે. ખાનગી સેક્ટરની બેક્ધ ICICI બેક્ધની હોમ લોનનો વ્યાજ દર હાલ ૬.૯૫ ટકા છે. HDFC નો વ્યાજ દર ૬.૯૦ ટકા પર છે.