ઐશ્વર્યા રાય બચ્ચને ચાહકોનો આભાર માન્યો, કહૃાું- હું હંમેશાં તમારી ઋણી રહીશ

ઐશ્વર્યા રાય બચ્ચને સોશિયલ મીડિયામાં ચાહકોનો આભાર માનતી પોસ્ટ શૅર કરી હતી. અમિતાભ બચ્ચન, અભિષેક, ઐશ્વર્યા તથા આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં અમિતાભ તથા અભિષેક નાણાવટી હોસ્પિટલમાં છે અને ઐશ્વર્યા તથા આરાધ્યાને ૧૧ દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઐશ્વર્યાએ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ શૅર કરીને ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ઐશ્વર્યાએ પોસ્ટમાં કહૃાું હતું, તમે ડાર્લિંગ એન્જલ આરાધ્યા, પા, એબી તથા મારા માટે િંચતા વ્યક્ત કરી, શુભેચ્છા આપી તથા પ્રાર્થના કરી તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમારા પ્રેમ માટે હંમેશાં તમારી ઋણી રહીશ, ભગવાન તમારું ભલું કરે અને તમે હંમેશાં ખુશ રહો તેવી મારી પ્રાર્થના. સારા રહો અને સ્વસ્થ રહો…
૧૨ જુલાઈના રોજ ઐશ્વર્યા તથા આરાધ્યાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નહોતા અને તેથી જ તેઓ ઘરમાં આઈસોલેશનમાં હતાં. જોકે, ૧૭ જુલાઈની સાંજે બંનેમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યાં હતાં અને તેથી જ બંનેને નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં. ૨૭ જુલાઈના રોજ બંનેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અમિતાભ બચ્ચન તથા અભિષેક બચ્ચન ૧૧ જુલાઈથી હોસ્પિટલમાં એડમિટ છે. બિગ બીએ ટ્વીટ કરીને કહૃાું હતું, મારી નાનકડી દીકરી અને વહુ રાણીને હોસ્પિટલમાંથી રજા મળી અને હું મારા આંસુઓ રોકી શક્યો નહીં. પ્રભુ, તારી કૃપા અપાર, અપરમ્પાર.