ઓક્ટોબરમાં વેક્સિન અપાશે, પહેલા ડૉક્ટર્સ-શિક્ષકોને મળશે

  • રશિયાએ એક મોટી જાહેરાત કરી  તેમના દેશમાં ઓક્ટોબરથી માસ વેક્સિનેશનનો કાર્યક્રમ કરવામાં આવશે તેમજ કોરોનાની વેક્સીન અપાશે

દુનિયામાં જ્યાં સતત કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહૃાા છે. અને જગત આખું તેની વેક્સિન બનાવાની શોધ કરી રહી છે તે વચ્ચે રશિયાએ એક મોટી જાહેરાત કરી છે. રશિયાએ કહૃાું છે કે તેમના દેશમાં ઓક્ટોબરથી જ માસ વેક્સીનેશનનો કાર્યક્રમ કરવામાં આવશે અને તમામ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવશે. જો કે આ શ્રેણીમાં સૌથી પહેલા આ સેવા ડૉક્ટર્સ અને શિક્ષકોને આપવામાં આવશે. તે પછી ઇમરજન્સી સુવિધાથી જોડાયેલા લોકોને આ વેક્સીન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિશ્ર્વ સ્વાસ્થય સંગઠને આવતા વર્ષ સુધી વેક્સિન ન મળવાની વાત કહી હતી જેમાં રશિયાએ આ જાહેરાત કરીને દુનિયાભરના લોકોને આશ્ર્ચર્યમાં મૂકી દિધા છે. રશિયાના સ્વાસ્થય મંત્રી મિખાઇલ મુરાશકોએ રવિવારે એક પ્રેસવાર્તા કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહૃાું કે ઓક્ટોબરથી કોરોનાની વેક્સીનને માસ વેક્સીનેશન દ્વારા લોકોને આપવામાં આવશે. સાથે જ આ વેક્સીન સૌથી પહેલા શિક્ષક અને ડોક્ટરને અપાશે. હાલ આ વેક્સીન રજિસ્ટ્રેશન અને ડિસ્ટ્રીબ્યૂશનની પ્રોસેસમાં છે. સાથે જ તેમણે કહૃાું કે ઓગસ્ટના અંત સુધીમાં આ વેક્સીનને તમામ મંજૂરીઓ પણ મળી જશે. જો કે અનેક લોકો અને દેશોએ આ જાહેરાત પછી ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આ એક ઉતાવળે લેવામાં આવેલું પગલું છે. અને  તે મોટી ચિંતા નો વિષય બની શકે છે. તેમનું કહેવું છે કે દુનિયામાં બધાની સામે રશિયા પોતાને સૌથી મજબૂત અને શ્રેષ્ઠ સાબિત કરવાના ચક્કરમાં પોતાના જ નાગરિકાના જીવ મુશ્કેલીમાં મૂકી શકે છે. અને વેક્સીનની તપાસ કરવામાં ખોટી ઝડપ કરી રહૃાું છે. અમેરિકી કોરોના એક્સપર્ટ એંથની ફૉસીએ કહૃાું કે અમેરિકા, રશિયા કે ચીનમાં બનેલી વેક્સીન નહીં ઉપયોગમાં લઇ શકે કારણ કે અમારે ત્યાં નિયમ અને કાનૂન અલગ છે અને આ બંને દેશો કરતા અમારે ત્યાં ક્લિનિકલ ટ્રાયલથી જોડાયેલા નિયમો કડક છે. જો કે તેમણે સાથે તે પણ કહૃાું કે ચીન અને રશિયાએ આ વાયરસની ગંભીરતાને નથી સમજી રહૃાા. અને તેમના ક્લિનિકલ ટ્રાયલ પણ ઉતાવળે જ પૂરા કર્યા હશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ રશિયન હેકર્સ પર કોરોના વેક્સીનથી જોડાયેલા ડેટા ચોરવાનો આરોપ મૂકી ચૂક્યા છે.