ઓક્સફર્ડની કોરોના વેક્સીન આગામી ૩ મહિનામાં તૈયાર થવાની સંભાવના

દુનિયાભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહૃાો છે. ૧૦ લાખથી વધારે લોકો અત્યાર સુધીમાં મોતને ભેટ્યો છે. કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે દુનિયાભરના દેશોને એક એવી વેક્સીનની જરૂરીયાત છે કે આ મહામારી સામે અસરકાર ક અને સુરક્ષીત સાબિત થાય. કોરોના વાયરસની વેક્સીન વિકસીત કરવાની રેસમાં સોથે આગળ ચાલી રહેલી ઓક્સફોર્ડ યૂનિવર્સિટીએ વેક્સીનને લઈને સુખરૂપ સમાચાર આપ્યા છે.
બ્રિટનમાં કોરોના વાયરસની વેક્સીન આગામી ત્રણ મહિનાની અંદર આવી જશે. એક સમાચાર પત્રએ સરકારી વૈજ્ઞાનિકોના હવાલાથી આ જાણકારી આપી છે. અખબાર પ્રમાણે આ વૈજ્ઞાનિક ઓક્સફોર્ડની વેક્સિન પર કામ કરી રહૃાાં છે અને તેમને આશા છે કે નિયામક તેને વર્ષ ૨૦૨૧ની શરૂઆત પહેલા જ મંજૂરી આપી દેશે. ફાર્માસ્યૂટિકલ્સ કંપની એસ્ટ્રાઝેનેકાની સાથે મળીને ઓક્સફોર્ડ આ વેક્સિનનું પીક્ષણ કરી રહી છે.
બ્રિટિશ સરકારે અત્યારથી જ વેક્સિનના ૧૦ કરોડ ડોઝ બનાવવાનો આદેશ આપ્યો છે. સ્વાસ્થ્ય અધિકારીઓનું અનુમાન છે કે ૬ મહિનાની અંદર જ પ્રત્યેક વયસ્ક વ્યક્તિને વેક્સિન મળી જશે. જોકે સરકારના આ દાવાને લઈને સૌકોઈ એકમત નથી.
અખબારી અહેવાલ પ્રમાણે યૂરોપીય મેડિસન એજન્સી (ઈએમએ)એ ગત ગુરૂવારે કહૃાું હતું કે, તેણે એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની સંભવિત કોરોના વેક્સિનના આંકડાની સમીક્ષા શરૂ કરી દીધી છે. એકવાર વેક્સિન આવ્યા બાદ તેને મંજૂરી આપવાની પ્રક્રિયામાં સમય ના વડફાય તે માટે અત્યારથી આ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે, કોરોનાથી એક લાખ કરતા મૃત્યુ માત્ર યૂરોપમાં જ થયા છે. રસીકરણ પર બનાવવામાં આવેલા પ્રોટોકોલ પ્રમાણે સૌથી પહેલા તે વેક્સિન ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે. ત્યારબાદ ૫૦ વર્ષથી વધુની ઉંમરના લોકોને અપાશે. હાલ બાળકોને આ રસીકરણ કાર્યક્રમમાંથી બહાર રાખવામાં આવ્યા છે.
અહેવાલ પ્રમાણે વૈજ્ઞાનિકોને આશા સેવી રહૃાાં છે કે, આ વેક્સિનથી પચાસ ટકા સંક્રમણ રોકવામાં સફળતા મળશે. એક વાર નિયામકથી વેક્સિનને મંજૂરી મળી ગયા બાદ નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ને તત્કાલ સામૂહિક રસીકરણ શરૂ કરવા માટે કહેવામાં આવી શકે છે. પરંતુ બ્રિટિશ સરકારમાં પ્રત્યેક વયસ્કના રસીકરણની સમયાવધિને લઈને મતભેદ છે.