ઓનલાઇન ખરીદી કરતા સાવધાન: એડવાન્સ પેટે કરાવી યુવક સાથે છેતરપીંડી

જો તમે ઓનલાઇન ખરીદી કરો છો અને સામેવાળી વ્યક્તિને તમે ઓળખતા નથી તો ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરતા પહેલા વિચાર કરજો કારણકે તમે છેતરિંપડીનો ભોગ બની શકો છો. બોડકદૃેવ વિસ્તારમાં રહેતા યુવકે ઇન્સ્ટાગ્રામમાં પેજ મારફતે જૂનું આઇપેડ ખરીદવા માટે વોટ્સએપ નંબર પર સંપર્ક કર્યો હતો. સામેવાળી વ્યક્તિએ તેને એડવાન્સ પેટે અને કોરોનામાં ડિલિવરીના નામે રૂ. ૧૨,૨૬૦ ભરાવ્યાં બાદ વોટ્સએપમાં બ્લોક કરી છેતરિંપડી કરી હતી.
નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બોડકદૃેવમાં આવેલ બાલાજી પ્લાઝમા હેતાર્થ હિરપરા નામનો યુવક રહે છે. નવરંગપુરામાં આવેલ અશ્ર્વમેઘ હાઉસમાં ટ્રેની તરીકે નોકરી કરે છે. અઠવાડિયા પહેલા તેણે ઇન્સ્ટાગ્રામમાં સમાર્ટ ફોન શોપ નામના ઇન્સ્ટાગ્રામના પેજ પર એપલની પ્રોડક્ટ્સ વેચવાની જાહેરાત મૂકી હતી. હેતાર્થને આઇપેડ લેવાનું હોવાથી તેમાં આપેલા વોટ્સએપ નંબર પર ચેટ દ્વારા ૯૦૦૦૦નું આઇપેડ ૪૩ હજારમાં મળતું હોવાથી તેણે સામેવાળી વ્યક્તિને કહૃાું હતું.
એડવાન્સ પેટે પૈસા જમા કરાવવા તેણે બેક્ધ એકાઉન્ટ નંબર આપતા પહેલા રૂ. ૪૮૯૦ જમા કરાવ્યા હતા. બાદમાં કોરોનાના કારણે હોમ ડિલિવરી નહિ થઈ શકે કહી કુરીયર માટે રૂ.૭૪૩૦ જમા કરાવ્યા હતા. આમ કુલ ૧૨,૦૦૦ જેટલા જમા કરાવ્યા બાદ આઇપેડ ન આપતાં પોતે છેતરાયાની જાણ થઈ હતી. જેથી હેતાર્થએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપ્યા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.