મેષ (અ,લ,ઈ) : તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય,જાહેરજીવનમાં સારું રહે.
વૃષભ (બ,વ,ઉ) : કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે,મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,શુભ દિન.
કર્ક (ડ,હ) :તમામ ભૌતિક સુખ સગવડ મળે,દિવસ આરામદાયક રહે.
સિંહ (મ,ટ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો.
કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય,આગળ વધી શકો.
તુલા (ર,ત) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ખર્ચ પર અંકુશ રાખવો,પૈસા નું આયોજન કરવું જરૂરી છે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : કામકાજ માં સફળતા મળે,મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) :ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,પ્રગતિ થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ):માનસિક ટેન્શન રહ્યા કરે,કામ માં રુકાવટ આવતી જોવા મળે
અગાઉ લખ્યા મુજબ મહામારીનો ખતરો હજુ સંપૂર્ણ રીતે ગયો નથી માટે આપણે વધુ સાવધાનીથી ચાલવાની જરૂર રહેશે. ધીમે ધીમે આપણે આપણા રૂટિનમાં ગોઠ્વાઈએ તે જરૂરી છે પણ સ્વાસ્થ્ય અંગેની કાળજી ખુબ જ જરૂરી રહેશે કેમ કે હજુ આપણે વૃશ્ચિક રાશિમાં થી પાંચ ગ્રહોની યુતિમાં થી પસાર થવાનું છે. ઓમીક્રોનને હળવાશથી લેવાની ભૂલ કરવા જેવું નથી. ગોચર ગ્રહોની વાત કરીએ તો ધીમે ધીમે ગ્રહો વૃશ્ચિકમાં જમા થતા જાય છે અને 4 ડિસેમ્બરે શનિ અમાવાસ્યાના દિવસે જ ખગ્રાસ સૂર્ય ગ્રહણ પણ વૃશ્ચિકમાં જ થનાર છે જે ઘણા મોટા પરિવર્તન લાવનારા બનશે. અગાઉ લખ્યા મુજબ ભારતીય પ્રતિભાઓની કદર વિશ્વભરમાં થઇ રહી છે અને એક પછી એક વિશ્વની મોટી કંપનીઓમાં સીઈઓ તરીકે ભારતીય મૂળના લોકો આવી રહ્યા છે હાલમાં ટ્વિટરના નવા સીઈઓ તરીકે પરાગ અગ્રવાલ આવ્યા છે જે ભારતીય પ્રતિભાના દર્શન કરાવે છે મેં અત્રે લખેલું તે મુજબ આપણે ત્યાં કુટુંબ વ્યવસ્થાને કારણે બાળકોને વાલીઓનો ભરપૂર પ્રેમ મળે છે જે તેના બાળપણને માનસિક રીતે ખુબ સ્વસ્થ બનાવે છે અને જે આગળ જતા બુદ્ધિમતાની દ્રષ્ટિએ કારકિર્દી ઘડવામાં ખુબ લાભરૂપ બને છે. ડિસેમ્બરની શરૂઆત માં જ રાહુ સાથે મંગળ પ્રતિયુતિમાં આવવાથી પાડોશી દેશો સાથે સબંધ વણસતા જોવા મળે વળી ચીન સાથે સીમા પર વધુ સંઘર્ષ જોવા મળે.