ઓમ રાઉતની ’આદિપુરુષ’ ફિલ્મની પૂરી ટીમની ફી વિષે ચર્ચામાં?!….

ઓમ રાઉતની બહુચર્ચિત ફિલ્મ ’આદિપુરુષ’ ઘણા સમયથી ચર્ચામાં છે. મોટા બજેટની આ ફિલ્મમાં સાઉથનો સુપરહિટ એક્ટર પ્રભાસ જોવા મળશે. ફિલ્મનું ટીઝર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે જેના વિશે દર્શકોનો મિશ્રિત પ્રતિસાદ જોવા મળી રહૃાો છે. ફિલ્મમાં પ્રભાસ ’રામ’, ક્રિતી સેનન ’જાનકી’ અને સૈફ અલી ખાન ’રાવન’ની ભૂમિકામાં જોવા મળશે. શું તમે જાણો છો કે ફિલ્મમાં પોતાના પાત્રોમાં આ સ્ટાર્સે કેટલી ફી ચાર્જ કરી છે. ફિલ્મ ’બાહુબલી’ અને ’બાહુબલી ૨’ની સફળતા પછી પ્રભાસે પોતાની ફીમાં વધારો કર્યો હતો. આદિપુરુષ માટે તેણે મેકર્સની સામે ૧૦૦ કરોડ રૂપિયા ફીની ડિમાન્ડ કરી હતી અને પછી તેની આ ડિમાન્ડ પૂરી પણ કરવામાં આવી. ફિલ્મમાં તે રામની ભૂમિકામાં જોવા મળશે. પ્રભાસ આ ફિલ્મનો સૌથી મોંઘો એક્ટર છે. ફિલ્મમાં પ્રભાસની અપોઝિટ ક્રિતિ સેનન જોવા મળવાની છે જે જાનકીનો રોલ પ્લે કરી રહી છે. ક્રિતિ આ ફિલ્મ માટે ૩ કરોડ રૂપિયા ફી લઈ રહી છે. તેમજ રામ બાદ ફિલ્મમાં રાવનની ભૂમિકા પણ ઘણી ચર્ચામાં છે જેને સૈફ અલી ખાન પ્લે કરી રહૃાો છે. જો કે, ટીઝર જોયા પછી તેના લુકની મજાક ઉડી રહી છે પરંતુ તમને જણાવી દઈએ કે આ ફિલ્મ માટે તે ૧૨ કરોડ રૂપિયા ફી વસૂલી રહૃાો છે. પ્રભાસ પછી સૌથી વધુ ફી લેનાર તે બીજો એક્ટર છે.