ઓળીયાનાં યુવાનનો હત્યારો ઝડપાયો : 50 ચીલઝડપનાં ભેદ ખુલ્યાં

  • ચાર ભાઇઓનાં પરિવારોનાં એકનાં એક કુળદિપકને માત્ર શંકાનાં આધારે પતાવી દેનારા નરાધમ ઉપર ફીટકાર
  • જીજ્ઞેશ પોતાની પોલ ખોલી દેશે તેવી બીક લાગતા વૃષાંત ઉર્ફે શ્યામ ધનેેશાએ ઓળીયા ગામનાં
    શનિ આશ્રમમાં સુતેલા જીજ્ઞેશ ધકાણનાં માથામાં સળીયાનાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો
  • એસપીશ્રી નિર્લિપ્ત રાયનાં માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પીઆઇ શ્રી આરકે કરમટા અને પીએસઆઇ શ્રી પૃથ્વીરાજસિંહ મોરીની ટીમે શ્યામ પાસેથી રૂપિયા 3 લાખનાં સોનાનાં ચેઇન પકડ્યાં

અમરેલી, (ક્રાઇમ રિપોર્ટર)
અમરેલી પોલીસ અદ્યિક્ષક નિર્લિપ્ત રાય દ્વારા અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને વણશોધાયેલ ખુન તેમજ ચીલ ઝડપ જેવા મીલકત સબંધી વણશોધાયેલ ગુન્હાઓનો ભેદ ઉકેલાય અને પ્રજામાાં પોલીસની કામગીરી પ્રત્યે વિશ્વાસ જળવાય રહે, તે રીતે કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્ સ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા એકાદ માસ પહેલા સાવરકુાંડલા તાલુકાના ઓળીયા ગામે આવેલ શનિ આશ્રમે સુતેલા યુવકને માથામાાં સળીયાના ઘા મારી કરેલ હત્યાના ગુન્હાના આરોપીને ઝડપી લઇ, હત્યા તેમજ અમરેલી, રાજકોટ, વડોદરા, જામનગર તથા સુરત જિલ્લાઓમાાં પચાસ કરતા વધુ ચીલ ઝડપના ગુન્હાઓનો ભેદ ઉકેલવામાાં સફળતા મેળવેલ છે.
તા.07/06/2020 ના રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં જીજ્ઞેશભાઇ દિનેશભાઇ ધકાણ, રહે.મુળ મુંબઇ, હાલ ઓળીયા વાળો સાવરકુાંડલા તાલુકાના ઓળીયા ગામે આવેલ શનિ આશ્રમે સુતો હોય તે દરમ્યાન કોઇ અજાણ્યો માણસ પોતાની મોટર સાયકલ ઉપર શનિ આશ્રમે આવેલ અને સુતેલા જીજ્ઞેશભાઇને લોખંડના અણીદાર સળીયા વડે માથાના ભાગે ઘા કરી, જીવલેણ ઇજાઓ કરી, ખુન કરી નાંખી મોટર સાયકલ લઇને નાસી ગયેલ હોય, જે અંગે મરણ જનારના મોટા બાપા ધીરૂભાઇ બાબુભાઇ ધકાણ, ઉ.વ.65, રહે.ઓળીયા, બસ સ્ટેશન પાસે, તા.સાવરકુંડલા, જિ.અમરેલી વાળાએ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ પોતાના ભત્રીજાનું મોત નિપજાવેલ હોવાની ફરિયાદ નોંધાવતાં સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.માં ઇ.પી.કો. કલમ 302 તથા જી.પી.એક્ટ કલમ 135 મુબિનો ગુન્હો રજી. થયેલ. આ ગુન્હો અનડીટેક્ટ હોય, ગુન્હો કરવાની પધ્ધતિ, ગુન્હો કરવાનો હેતુ, ગુન્હો કરવા માટે વપરાયેલ સાધનો વિ. વિગતોનો જીણવટભરી રીતે અભ્યાસ કરી, અજાણ્યા આરોપીને પકડી પાડવા અમરેલી પોલીસ અનિક્ષક નિર્લિપ્ત રાય દ્વાર અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્ સ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમને જરૂરી સુચનાઓ આપેલ હતી અને આજરોજ મળેલ ચોક્કસ બાતમી આધારે સાવરકુાંડલાથી એકાદ દક.મી. દુર અમરેલી રોડ ઉપર આવેલ ગેઇટ પાસે વોચ ગોઠવી, મોટર સાયકલ ઉપર અમરેલીથી સાવરકુંડલા આવતા આરોપી વૃષાંત ઉફે શ્યામ વિજયભાઇ લાલજીભાઇ ધનેશા, ઉં.વ.25 રહે. રાજકોટ ને ઝડપી લેવામાાં આવેલ છે. ઉપરોક્ત ગુન્હાઓ માં વૃષાંત ઉફે શ્યામ વિજયભાઇ ધનેશાએ છેલ્લા પાંચ વર્ષમાાં અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં- 3, સુરતમાં 39, રાજકોટમાં 6, જામનગરમાં ર તથા વડોદરામાં ર મળી કુલ 52 (બાવન) ચીલ ઝડપના ગુન્હાઓને અંજામ આપેલ હોવાની કબુલાત આપેલ છે.
આ કામના આરોપીએ બી.કોમ. કર્યા બાદ ચાર્ટડ એકાઉન્ટન્ટનો અભ્યાસ પુર્ણ કરેલ છે. તેની ઉપર દેણુ થઇ જતા તેને ગાંજો પીવાની ટેવ પડી ગયેલ. તે જુદા જુદા શહેરોમાં પોતાનું મોટરસાયકલ લઇને રખડતો અને મહિલાઓએ ગળામાં પહેરેલ સોનાનાં ચેઇનની ચીલ ઝડપ કરતો અને પોલીસની બીકથી ભટકતો રહેતો હતો. આવી જ રીતે રખડતા રખડતા સાવરકુંડલા તાલુકાના ઓળીયા મુકામે આવેલ શની આશ્રમે આવીને રોકાયેલ. તે દરમિયાન મરણ જનાર જીજ્ઞેશ દિનેશભાઇ ધકાણ સાથે સંપર્કમાં આવેલ મરણ જનાર જીજ્ઞેશભાઇ સાથે આરોપીને ઓળખાણ થયા બાદ જીજ્ઞેશભાઇના મોબાઇલમાં ફોન આવતા હોય. અને પોતાની બાબતે કોઇ પુછપરછ કરતુ હોય તેવુ લાગતા આરોપીએ ઘણી બધી ચીલ ઝડપ કરી હોય. આ જીજ્ઞેશભાઇ પોલીસને પોતાની બાતમી આપી દેશે તેવી બીક લાગતા આરોપીએ ગત તા. 6-6-2020 ના પોતે પોતાનું મોટરસાયકલ લઇને સાવરકુંડલા જતો રહેલ. અને તે રાત્રે આરોપી પોતાની બેગ લેવા ઓળીયા શની આશ્રમે ગયેલ ત્યાં જીજ્ઞેશભાઇ સુતેલ હોય અને પોલીસને બાતમી આપી દેશે તેવી બીક લાગતા ત્યાં લોખંડનો સળીયો પડેલ હોય. તેના ત્રણ ઘા જીજ્ઞેશભાઇના માથામાં મારી દીધ્ોલ. તે વખતે અવાજ થતા આશ્રમના બાપુ જાગી જતા આરોપી પોતાનું મોટરસાયકલ લઇને કરજાળા બાજુ જતો રહેલ અને ગામડાઓમાં થઇને અમરેલી આવીને સુરત જતો રહેલ. આરોપીએ સોના ચાંદીના દાગીના તથા મોટરસાયકલ અને મોબાઇલ ફોન મળી કુલ રૂા. 3,41,114નો મુદામાલ કબ્જે કરીને પકડાયેલ આરોપી તથા મુદામાલ આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. ઉપરોક્ત કામગીરીમાં એલસીબીના ઇ.ચા. પો.ઇન્સ. આર.કે.કરમટા, પીએસઆઇ પી.એન. મોરી, એ.એસ.આઇ. વિજયભાઇ ગોહીલ, પ્રફુલભાઇ જાની, મહેશભાઇ ભુતૈયા, હે.કોન્સ. મયુરભાઇ ગોહીલ, રાહુલભાઇ ચાવડા, જયરાજભાઇ વાળા, સંજયભાઇ મકવાણા, કિશનભાઇ હાડગરડા, ભીખુભાઇ ચોવટીયા, જયસુખભાઇ આસલીયા, જેશીંગભાઇ કોચરા, પો.કોન્સ. ગીરીરાજસિંહ જાડેજા, ભાવિનગીરી ગોસ્વામી, અજયસિંહ ગોહીલ, રાહુલભાઇ ઢાપા, ધવલભાઇ મકવાણા, અજયભાઇ વાઘેલા, મહેશભાઇ મુંધવા સાથે જોડાયા હતા.