ઓળીયા હત્યા કેસના આરોપી વૃશાંત ઉર્ફે શ્યામ ધનેેશાનો કોરોના રિપોર્ટ નેગેટીવ

  • સીએ થઇ નાની ઉમરે અનેક અપરાધ કરનાર ગુનેગાર ઉપર મજબુત થતો પોલીસનો સકંજો
  • શ્યામ ધનેેશાને અટક કરતા સાવરકુંડલાના પીએસઆઇશ્રી ડોડીયા : આજે કોર્ટમાં રજુ કરી ઓળીયાના જીજ્ઞેશ ધકાણની હત્યાના ગુનાની તપાસ માટે રિમાન્ડ ઉપર લેશે

અમરેલી,
માત્ર 25 વર્ષની ઉમરમાં 52 ચીલ ઝડપ અને એક હત્યાનો ગુનો આચરનાર રાજકોટના સીએ સુધીનો અભ્યાસ કરનાર વૃશાંત ઉર્ફે શ્યામ વિજયભાઇ ધનેેશા રહે. રાજકોટ નાણાવતી ચોકને અમરેલીની ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડયા બાદ સાવરકુંડલા રૂરલ વિસ્તારમાં આવેલા ઓળીયા ગામે તેમણે ઓળીયાના શનિ આશ્રમમાં સુતેલા મુંબઇના વતની અને હાલ ઓળીયા જીજ્ઞેશ દિનેશભાઇ ધકાણની હત્યા કરી હોય તેના ગુનામાં સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી એ.પી.ડોડીયાએ શ્યામનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો.
જે આજે નેગેટીવ આવતા તેની આ હત્યાના કેસમાં વિધિવત ધરપકડ કરી હતી. આજે અટક કરાયેલા શ્યામને આવતી કાલે કોર્ટમાં રજુ કરી હત્યાના ગુનામાં પોલીસ રિમાન્ડની માંગણી કરનાર હોવાનું જાણવા મળેલ છે.