ઓસ્કર ૨૦૨૩માં નોમિનેટ થઈ ડાયરેક્ટર પાન નલિનની ‘છેલ્લો શો ફિલ્મ

શું ગુજરાતી ફિલ્મ જગત માટે સુવર્ણ દિવસ આવ્યો?…

ગુજરાતી સિનેમા માટે સારા સમાચાર છે. ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શોની ઓસ્કરમાં એન્ટ્રી થઈ છે. ભારત તરફથી છેલ્લો શો ફિલ્મ ઓસ્કર-૨૦૨૩ માટે એન્ટ્રી કરનારી ફિલ્મ બની છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ ૧૪ ઓક્ટોબરે સમગ્ર ભારતમાં રિલીઝ થવાની છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મે આ વર્ષની સુપરહિટ ફિલ્મો એવી એસ. એસ. રાજામૌલિની ‘ઇઇઇ અને વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સને પણ પાછળ છોડી દીધી છે. હવે આ ‘છેલ્લો શો ફિલ્મ આવતા વર્ષે અમેરિકાના લોસ એન્જલસ ખાતે યોજાનારા ‘એકેડમી અવૉર્ડ્સ એટલે કે ‘ઓસ્કર અવૉર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મની કેટેગરીમાં વિશ્ર્વભરની ફિલ્મો સાથે સ્પર્ધામાં ઊતરશે. ભારતમાં ૧૪ ઓક્ટોબરે આ ‘છેલ્લો શૉ ફિલ્મ રિલીઝ થશે. ૨૦૨૩ની સાલમાં અમેરિેકાના લોસ એન્જલસમાં યોજાનાર ઓસ્કર અવૉર્ડ્સમાં ફિલ્મ છેલ્લો શો ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને બેસ્ટ ઈન્ટરનેશનલ કેટેગરીની ફિલ્મો સાથેની સ્પર્ધામાં ઉતરશે. અન્ય રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મના મોટા ભાગની વાર્તા ફિલ્મના ડિરેક્ટર પાન નલિનના જીવન પરથી છે. જેમનો જન્મ સૌરાષ્ટ્રના અડતાલા ગામમાં થયેલો છે. ગામડાના સ્થાનિક ૬ બાળકોને આ ફિલ્મમાં લેવામાં આવ્યા છે. ફિલ્મનું શૂટિંગ સૌરાષ્ટ્રના રેલ્વે સ્ટેશન અને ગામડાઓમાં થયું છે. ફિલ્મની વાર્તાને રિયલ લૂક આપવા માટે જૂના સિનેમા પ્રોજેક્ટર્સની પણ ખરીદી કરવામાં આવી હતી. કોરોના પહેલા (માર્ચ ૨૦૨૦) આ ફિલ્મનું શૂટિંગ થયું હતું પરંતુ મહામારીને કારણે પોસ્ટ પ્રોડક્શન આ ફિલ્મનું બાકી હતું.