ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની ચિંતા વધી, વિશેષ વિમાનની વ્યવસ્થા માટે કરી અપીલ

ભારતમાં કોરોનાએ વિકરાળ કહી શકાય તેવો ભરડો લીધો છે. આઈપીએલ -૧૪ માં રમતા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પણ આનાથી ચિંતિત છે. હવે મુંબઇ ઇન્ડિયન્સ (MI) ના ખેલાડી ક્રિસ લિને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) ને ખાસ વિનંતી કરી છે. આઈપીએલની સમાપ્તિ પછી દેશ પાછા ફરવા માટે લીન વિશેષ વિમાનની વ્યવસ્થા કરવાની માંગ કરી છે

સોમવારે આઈપીએલમાં ભાગ લેનારા તેના ખેલાડીઓ તરફથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આરોગ્ય અને મુસાફરીની યોજના ની માહિતી લીધી હતી કિસ લિને કહૃાું, ‘ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દરેક આઇપીએલ કરારમાં ૧૦ ટકા લે છે. તેથી શું આ વર્ષે તે પૈસા ટૂર્નામેન્ટ પૂરી થયા પછી ચાર્ટર લાઇટમાં ખર્ચ કરી શકે છે પ? હું જાણું છું કે આપણા કરતા ખરાબ પરિસ્થિતિમાં લોકો છે. પરંતુ વાસ્તવિકતામાં અમે સખત બાયો-પરપોટામાંથી પસાર થઈ રહૃાા છીએ.

આવતા અઠવાડિયે વેક્સીન પણ અપાય છે. તેથી અમે આશા રાખીએ છીએ કે સરકાર અમને ખાનગી વિમાનની વ્યવસ્થા કરાવી આપે. અમે શોર્ટકટ માંગતા નથી. અને અમે જોખમો જાણીને ટૂર્નામેન્ટમાં રોકાવાનું નક્કી કર્યું છે. પરંતુ આઈપીએલ પુરો થતાંની સાથે જ ઘરે પરત ફરવું ખૂબ જરૂરી છે. લિને વધુમાં કહૃાું કે, ‘બાયો-સેફ વાતાવરણમાં આઈપીએલ રમવામાં આવી રહી છે અને હું આ વાતાવરણમાં આરામદાયક અનુભવું છું.

મારી હાલ આઇ.પી.એલ.માંથી ખસી જવાની કોઈ યોજના નથી. દેખીતી રીતે આ સમયે ભારતમાં સારી પરિસ્થિતિ નથી. પરંતુ અમે લોકોના મનોરંજન માટે આ ટૂર્નામેન્ટ રમીએ છીએ અમે થોડી ક્ષણો આપી પ્રેક્ષકોને ખુશ કરીએ છીએ.

રાજસ્થાન રોયલ્સ (RR) ના ઝડપી બોલર એન્ડ્ર્યૂ ટાઇએ તેના દેશમાં પ્રવેશ નહી થાય એ ડરથી જ આઈપીએલ અધવચ્ચે છોડીને નીકળી ગયો. એડમ જંપા અને કેન રિચર્ડસનને વ્યક્તિગત કારણોસર આઇપીએલમાંથી પીછે હઠ કરવાનો નિર્ણય કર્યો. પરંતુ સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને પેટ કમિન્સ જેવા ખેલાડીઓ હજી હાજર છે.