ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામેની સિરિઝ માટે ૨૬ સભ્યોની ટીમ જાહેર કરી

 • કેટલાક નવા ચહેરાઓને સ્થાન અપાયુ

  ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડના પ્રસ્તાવિત પ્રવાસ માટે ગુરૂવારે ૨૬ સભ્યોની સંભવિત ટીમની પસંદગી કરી છે, જેમાં ગ્લેન મેક્સવેલ અને ઉસ્માન ખ્વાજા જેવા ખેલાડીઓ સિવાય ટી૨૦ વિશ્ર્વ કપને ધ્યાનમાં રાખતા કેટલાક નવા ચહેરાઓને પણ સામેલ કરવમાં આવ્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ ટીમની જાહેરાત કરતા કોવિડ-૧૯ મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની તેની કવાયતો માટે તેને એક સકારાત્મક પગલું ગણાવ્યું છે.
  ઈંગ્લેન્ડની ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ રમી રહી છે, જેથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી પણ થઈ છે. સીએએ નિવેદનમાં કહૃાું, આ પ્રવાસને લઈને હજુ અંતિમ નિર્ણય લેવાનો છે તથા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ), ઈંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) અને સંબંધિત સરકારી એજન્સીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે.
  આ પ્રવાસની ખાતરી થયા બાદ અંતિમ ટીમની પસંદગી કરવામાં આવશે. સંભવિત ટીમમાં નિયમિત ખેલાડીઓ સિવાય મેક્સવેલ પણ સામેલ છે, જેણે પાછલા વર્ષે ઓક્ટોબરથી પોતાની દૃેશ માટે કોઈ મેચ રમી નથી. તેણે માનસિક સ્વાસ્થ્યને કારણે વિશ્રામ લીધો હતો. ખ્વાજા પણ છેલ્લા કેટલાક સમયથી સીમિત ઓવરોનો પસંદગીનો ખેલાડી રહૃાો નથી. તેને આ વર્ષે એપ્રિલમાં છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમવાર સીએના કોન્ટ્રાક્ટ ખેલાડીઓની યાદૃીમાં સ્થાન મળ્યું નથી.
  સંભવિત ટીમ આ પ્રકારે છે:
  સીન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કેરી, પેટ કમિન્સ, એરોન ફિન્ચ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લાયન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, બેન મૈકડરમોટ, રિલે મેરેડિથ, માઇકલ નેસર, જોશ ફિલિપ, ડેનિયલ સેમ્સ, ડાર્સી શોર્ટ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, એન્ડ્રયૂ ટાઈ, મેથ્યૂ વેડ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.