ઓસ્ટ્રેલિયા કોચ લેંગરે હાર્દિક પંડ્યાની તુલના ધોની સાથે કરી

બીજી ટી-૨૦માં ભારતે ઓસ્ટ્રેલિયાને ૬ વિકેટથી હાર આપી હતી. આ સાથે ત્રણ મેચની સીરિઝ પર ભારતે ૨-૧થી કબજો કર્યો હતો. મેચ જીતવા ૧૯૫ રનના ટાર્ગેટને ભારતીય ટીમે ૧૯.૪ ઓવરમાં હાંસલ કર્યો હતો.ભારત તરફથી કેએલ રાહુલે ૨૨ બોલમાં ૩૦ રન, શિખર ધવને ૩૬ બોલમાં ૫૨ રન, વિરાટ કોહલીએ ૨૪ બોલમાં ૪૦ રન અને શ્રૈયસ ઐયરે ૧૦ બોલમાં ૧૫ રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા ૨૨ બોલમાં ૪૨ અને શ્રેયસ ઐયર ૫ બોલમાં ૧૨ રન બનાવી નોટ આઉટ રહૃાા હતા.
મેચ બાદ લેંગરે પંડ્યાની ઈનિંગને અશ્ર્વિસનીય પ્રદર્શન ગણાવીને તેની પ્રશંસા કરી હતી અને તેની તુલના ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે કરી હતી. તેણે કહૃાું, આ ગેમનું અવિશ્ર્વસનીય પ્રદર્શન હતું. અમે જાણીએ છીએ કે પંડ્યા કેટલો ખતરનાક છે. પહેલા એમએસ ધોની હતો અને આજે પંડ્યા છે. તે સારો ખેલાડી છે, તેણે મેચ વિજેતા ઈનિંગ રમી.
ઓસ્ટ્રેલિયાના કોચે કહૃાું, એક વખત અમને લાગ્યું કે મેચ અમારા કબજામાં આવી ગઈ છે. અમારી ફિલ્ડિંગ પણ સારી હતી. પરંતુ પંડ્યાએ બાજી ફેરવી નાંખી. તેણે કોહલીને લઈ કહૃાું, મેં વર્ષોથી કહૃાું છે કોહલી સૌથી સારો ખેલાડી છે. તેણે કેટલાક અકલ્પનીય શોટ રમ્યા હતા, જે જોઈ હું હેરાન રહી ગયો હતો.
લેંગરના કહેવા મુજબ, તેમની ટીમે વિચાર્યુ કે મેચ જીતવા પૂરતા રન છે અને ભારતને મેચ જીતવા ખરેખર સારી બેટીંગની જરૂર હતી. ભારતીય ટીમે ખૂબ સારી બેિંટગ કરી હતી. આ એક રોમાંચક મેચ હતી.