ઓસ્ટ્રેલિયા ટૂર માટે પસંદગી ન થતાં રવિ શાસ્ત્રીએ સુર્યકુમારને કહૃાું, સ્ટ્રોન્ગ રહેજે અને ધીરજ રાખજે

હાલ ભારતીય ક્રિકેટ જગતમાં મુંબઈ ઈન્ડિયન્સના વિસ્ફોટક બેટ્સમેન સુર્યકુમાર યાદવ સતત ચર્ચાનો મુદ્દો બન્યો છે. ઓસ્ટ્રેલિયા ટૂર માટે સુર્યકુમાર યાદવની પસંદગી ન કરાતાં ભારતીય ક્રિકેટ પંડિતો તો હેરાન પરેશાન છે, પણ સાથોસાથે ભારતીય ક્રિકેટ ફેન્સ પણ બીસીસીઆઈના આ નિર્ણયથી ખાસ્સા નારાજ છે. તેવામાં સુર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કરવા માટે અનેક પૂર્વ ક્રિકેટરોએ પણ અવાજ ઉઠાવ્યો છે. તેવામાં હવે ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ પણ બેંગ્લોર સામે સુર્યકુમાર યાદવની ઇનિંગ જોઈને તેના અંગે પ્રતિક્રિયા આપી છે.
ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ ટ્વીટર પર પોસ્ટ કરતાં લખ્યું છે કે, સુર્ય નમસ્કાર, સ્ટ્રોન્ગ રહેજે અને ધીરજ રાખજે. ઉલ્લેખનીય છે કે, સુર્યકુમાર યાદવની શાનદાર હાફ સેન્ચુરીને કારણે મુંબઈએ બેંગ્લોરને ૫ વિકેટથી હરાવીને પ્લે ઓફમાં પોતાનું સ્થાન જમાવી લીધું. સુર્યકુમાર યાદવે ૪૩ બોલમાં શાનદાર ૭૯ રનની અણનમ ઇનિંગ રમી હતી, જેમાં ૧૦ ચોગ્ગા અને ૩ સિક્સ ફટકારી હતી. એકબાજુ પોતાની બેટિંગથી યાદવે ફેન્સના દિલ તો જીત્યા જ હતા.
રોહિત શર્મા ઈજાગ્રસ્ત થતાં મુંબઈનું સુકાનીપદ સંભાળી રહેલાં કિરોન પોલાર્ડે પણ સુર્યકુમાર યાદવના વખાણ કરતાં મેચ બાદ કહૃાું હતું કે, સુર્યકુમાર યાદવ ભારત માટે રમવા માટે ખુબ જ આતુર છે. અને ટીમ ઈન્ડિયાની બ્લૂ જર્સી પહેરવા માગી રહૃાો છે. આમ ૩૦ વર્ષીય સુર્યકુમારના સમર્થનમાં સમગ્ર ક્રિકેટ ઈન્ડસ્ટ્રી છે તેવું કહીએ તો પણ ખોટું નથી. સોશિયલ મીડિયામાં લોકો BCCIના ચીફ સિલેક્ટર સહિત સિલેક્શન કમિટી ગંદુ રાજકારણ રમતી હોવાનો આરોપ લગાવ્યો છે. અને આ રાજનીતિને કારણે યાદવને પસંદ ન કરવામાં આવ્યો હોવાનું કહી રહૃાા છે.