ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટના ત્રીજા દીવેસે શાર્દૃુલ અને સુંદરનો કમાલ, તોડ્યો ૩૦ વર્ષ રેકોર્ડ

બ્રિસ્ટન ટેસ્ટના ત્રીજા દિવસે ગાબાની પીચ પર વોશિંગટન સુંદર અને સાર્દૃુલ ઠાકોરે કમાલ કરી દીધી. ૧૮૬ના સ્કોર પર જ્યારે રિષબ પંત આઉટ થયા ત્યકરે લાગ્યું કે ભરીયે ટીમ જલ્દીથી સીમટાઈ જશે પરંતુ સુંદર અને શાર્દૃુલની જોડીએ ઓસ્ટ્રેલિયાઈ પેસ અટેકની ધજીયા ઉડાવતા ભારતને ફરી મેચમાં લઇ આવ્યા છે. ૧૮૬ના સ્કોર પર ૬ વિકેટ પછી આ બંને બેટ્સમેનોએ ઓસ્ટ્રેલિયાના બોલરો સામે ખુલ્લીને શોટ્સ માર્યા.

વોશિંગટન સુંદર અને શાર્દૃુલે મળીને સાતમી વકેટ માટે ૧૨૩ રનોની પાર્ટનરશિપ કરી દીધી. સાતમી વિકેટ માટે ૧૨૩ રનોની પાર્ટનરશિપ કરી સુંદર અને શાર્દૃુલે કપિલ દેવ અને મનોજ પ્રભાકરની જોડીનો ૩૦ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બ્રિસ્ટનના મેદાનમાં આ પહેલા સૌથી મોટી પાર્ટનરશિપનો રેકોર્ડ કપિલ દેવ અને મનોજ પ્રભાકરના નામ પર હતો. વર્ષ ૧૯૯૧માં કપિલ અને પ્રભાકરે ગાબાની પીચ પર સાતમી વિકેટ માટે ૫૮ રનોની ભાગીદીરી કરી હતી. ત્યાર પછી ત્રીજો નંબર મહેન્દ્ર સિંહ ધોની અને રવિચંદ્રન અશ્ર્વિનના નામે આવે છે.

તેમણે ૨૦૧૪માં સાતમી વિકેટ માટે ૫૭ રન બનાવ્યા હતા. પોતાની પહેલી ટેસ્ટ રમી રહેલા વોશિંગટન સુંદરને ઓલરાઉન્ડર પ્લેિંયગ ઇલેવન તરીકે સામેલ કરવામાં આવ્યો હતો અને અર્ધીસદી(૬૭) બનાવી તેમણે પોતાની ડેબ્યુ મેચને યાદગાર બનાવી હતી.