કંગનાએ કવિતા શેર કરતા કહૃાું-‘મેરી રાખ કો ગંગા મેં મત બહાના

એક્ટ્રેસ કંગના રનૌત તેના પરિવાર સાથે બરફના પહાડો વચ્ચે હાઈકિંગ માટે ગઈ હતી. કંગનાએ તેની આ ફેમિલી ટ્રિપના અમુક ફોટોઝ શનિવારે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. ૩૩ વર્ષીય એક્ટ્રેસે ભાવુક કવિતા ‘રાખલખી સોશિયલ મીડિયા પર પોતાના વિચાર રજૂ કર્યા છે. વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું, ‘હાઈકિંગથી પ્રેરિત થઈ નવી કવિતા ‘રાખ લખી, શક્ય હોય ત્યારે અવશ્ય જુઓ.

આ છે કંગનાની કવિતા,

‘મેરી રાખ કો ગંગા મેં મત બહાના

હર નદી સાગર મેં જાકર મિલતી હૈ

મુજે સાગર કી ગહરાઈયોં સે ડર લગતા હૈ

મેં આસમાન કો છૂના ચાહતી હૂં

મેરી રાખ કો ઇન પહાડો પે બિખેર દેના

જબ સૂરજ ઉગે તો મેં ઉસે છૂ સકું

જબ મેં તન્હા હૂં તો ચાંદ સે બાતે કરૂ

મેરી રાખ કો ઉસ ક્ષિતિજ પે છોડ દેના.

એક્ટ્રેસ કંગના રનૌત શુક્રવારે (૨૫ ડિસેમ્બર) તેના પરિવાર સાથે બરફના પહાડો વચ્ચે હાઈકિંગ માટે પહોંચી હતી. કંગનાએ તેની આ ફેમિલી ટ્રિપના અમુક ફોટોઝ શનિવારે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ફોટોમાં કંગના સાથે તેની બહેન રંગોલી, ભાભી ઋતુ અને ભત્રીજો પૃથ્વીરાજ પણ દેખાઈ રહૃાા છે. ફોટોઝ શેર કરી કંગનાએ લખ્યું, હું કાલે ફેમિલી સાથે હાઈકિંગ પર ગઈ હતી. અદભુત અનુભવ રહૃાો. ફોટોઝ માટે ઇન્સ્ટાગ્રામ કવીન મારી ભાભીનો આભાર. તેમને કેમેરા ફિલ્ટર્સ વિશે બધી ખબર છે અને તે મને યુઝ કરતા શીખવી રહૃાા છે. જણાવી દઈએ કે કંગના હાલ તેની અપકિંમગ ફિલ્મ ’ધાકડ’ના શૂટિંગની તૈયારી કરી રહી છે. આ સ્પાઇ થ્રિલર ફિલ્મમાં કંગના એક ફિમેલ સ્પાયના રોલમાં છે. શુક્રવારે કંગનાએ ફિલ્મની તૈયારીઓના અમુક ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. ફોટોમાં કંગના ફેસ પર પ્રોસ્થેટિક મેઝરમેન્ટ લેતી દેખાઈ હતી. આ સિવાય કંગના ’તેજસ’ ફિલ્મનું શૂટિંગ પણ કરી રહી છે. કંગનાએ આ પહેલાં ફિલ્મ ’થલાઈવી’માં આ પ્રોસ્થેટિક મેઝરમેન્ટ પ્રોસેસ યુઝ કર્યો હતો. આ ફિલ્મમાં કંગના જયલલિતાના રોલમાં છે. આ ફિલ્મ માટે કંગનાએ તેનું વજન પણ વધાર્યું હતું. એ. એલ વિજય આ ફિલ્મના ડિરેક્ટર છે. આ ફિલ્મ ટૂંક સમયમાં હિન્દૃી, તમિળ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.