કંગનાએ કહૃાું-ઋત્વિક ક્યાં સુધી રડીશ.એક નાનકડાં અફેર માટે?

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત અને સુપરસ્ટાર ઋત્વિક રોશનનું ચેપ્ટર સોમવારે ફરી એક વખત ખુલી ગયુ છે. ખરેખરમાં ઋત્વિક રોશનની એફઆઈઆર જે તેણે વર્ષ ૨૦૧૬માં દાખલ કરી કહતી. સાઇબર સેલથી ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ ઇન્ટેલિજન્સ યૂનિટમાં સ્થાનાંતરિત કરી દેવામાં આવી છે. આ FIR માં ઋત્વિક રોશન એ આરોપ લગાવ્યો હતો કે કંગના રનૌતના ઇમેઇલ આઈડીથી તેને વર્ષ ૨૦૧૩-૨૦૧૪ માં ઘણા ઇમેઇલ્સ મળ્યાં હતાં. એક ખાનગી ચેનલ દ્વારા ચલાવવામાં આવેલાં આ સમાચાર પર પ્રતિક્રિયા આપતા કંગનાએ એક ટ્વિટ કર્યું છે.

આ ટ્વિટમાં કંગનાએ લખ્યું છે કે, ‘તેની વાર્તા ફરી શરૂ થઇ ગઇ છે. અમારા બ્રેકઅપ અને તેમનાના છૂટાછેડાનાં ઘણા વર્ષો બાદ પણ તે આગળ વધવા નથી ઇચ્છતો. જ્યારે હું મારા અંગત જીવનમાં કંઇ મેળવવાં હિંમત ભેગી કરુ છુ તો તે ફરીથી તે જ ડ્રામા શરૂ કરી દે છે. ઋત્વિક ક્યાં સુધી રડીશ.એક નાનકડાં અફેર માટે?

આપને જણાવી દઇએ કે, જ્યારથી કંગના રનૌત ટ્વિટર પર એક્ટિવ થઇ છે. તે સતત દરેક મુદ્દા પર ખુલીને પોતાનો મત જણાવતી નજર આવી રહી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘તેજસ માટે હાલમાં કામ કરી રહી છે. આ ફિલ્મ માટે તે રવિવારના જ રક્ષામંત્રી રાજનાથ સિંહને મળી હતી. તેની ફિલ્મ ‘તેજસની સ્ક્રિપ્ટ તેને ભારતીય વાયુ સેના સાથે સંભળાવી હતી.