કંગનાએ પોતાના ભાઇ-બહેનને ૪ લેટ્સ ગિટ કર્યા

કંગના રનૌત હાલમાં સોશિયલ મીડિયા પર પોતાના વિવાદોને લઇને ખાસ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર પોતાની સક્રિયતા સિવાય હાલમાં એક ફિલ્મનું શૂટિંગ પણ કરી રહી છે. એવામાં કંગનાએ પોતાના પરિવારને એક મોટી ગિટ પણ આપી છે. કંગનાએ પોતાની બહેન રંગોલી ચંદેલ, ભાઇ અક્ષત અને બે અન્ય પિતરાઇ ભાઇઓને લેટ ગિટમાં આપ્યા છે. કંગના રનૌતે ખુદ આ સમાચારની પુષ્ટિ ટ્વિટના આધારે કરી છે. કંગનાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, હું લોકોને મારી સંપત્તિ મારા પરિવારના લોકોની વચ્ચે વહેંચવા પ્રોત્સાહિત કરવા ઇચ્છું છુંપ.યાદ રાખો ખુશી હંમેશા વહેંચવાથી વધે છે.
તે ખૂબ જ મોટા લક્ઝરી એપાર્ટમેન્ટ્સ છે કે જે હજી અંડર ક્ન્સ્ટ્રક્શન છેપ ૨૦૨૩ સુધી બનીને તૈયાર થઇ જશે પરંતુ હું નસીબદાર છું કે, હું આ બધું મારા પરિવાર માટે કરી શકી. કંગનાના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, ‘કંગના હંમેશા પોતાના ભાઇ-બહેનોને ખૂબ જ સપોર્ટ કરે છે અને કંગનાએ એ બધું જ સમય-સમય પર સાબિત કરી બતાવ્યું છે. આ વખતે એક્ટ્રેસે ચંદીગઢના પૉશ વિસ્તારમાં આલીશાન લેટ પોતાના ભાઇ-બહેનોને ગિટ કર્યાં છે.
આ પ્રોપર્ટી એરપોર્ટથી ખૂબ જ નજીક છે અને ચંદીગઢની સારી જગ્યામાં આવેલા છે અને આસપાસમાં ખૂબ જ સારા એવાં મોલ અને રેસ્ટોરાં પણ છે. નોંધનીય છે કે, કંગના પાસે પોતાનું હોમટાઉન મનાલી સિવાય મુંબઇમાં પણ કેટલીક પ્રોપર્ટી છે. મુંબઇમાં કંગનાની ઓફિસને લઇને મ્સ્ઝ્ર સાથે મોટો વિવાદ પણ સર્જાયો હતો. કંગનાએ બોમ્બે હાઇકોર્ટમાં આ વિરૂદ્ધ કેસ પણ લડી હતી. હાલમાં કંગનાની ધાકડ, થલાઇવી કરીને અપકિંમગ ફિલ્મો આવી રહી છે તેમજ એવા ન્યુઝ પણ સામે આવી રહૃાાં છે કે, કંગના પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની બાયોપિકમાં પણ કામ કરવાની છે.