કંગનાએ મલેશિયાના પૂર્વ વડાપ્રધાન મહાતિર મોહમ્મદને લોહીના તરસ્યા ગણાવ્યા

કંગના રનૌતે પોતાના ટ્વીટમાં મલેશિયાના પૂર્વ વડાપ્રધાન મહાતિર મોહમ્મદને લોહીના તરસ્યા ગણાવ્યા હતા. જોકે, કંગનાએ પોતાની ટ્વીટમાં ભૂલો કરી હતી. કંગનાએ વડાપ્રધાનને રાષ્ટ્રપતિ કહી દીધા હતા. ત્રણ મિનિટ પછી કંગનાને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો અને તેણે માફી માગી લીધી હતી અને ભૂલ સુધારવાનો પ્રયાસ કર્યો હતો.
ભૂલ સુધારતા સમયે કંગનાએ મહાતિરને મલેશિયાના હાલના વડાપ્રધાન કહૃાા હતા. કંગનાએ પહેલી ટ્વીટમાં કહૃાું હતું, ’આ વ્યક્તિ લોહીનો તરસ્યો હોય એમ લાગે છે. શું મૂર્ખ લોજિક લગાવ્યું છે? આ હિસાબે તો ભૂતકાળના નરસંહારને જોતા હિંદૃુઓની પાસે ક્રિશ્ર્ચયન્સ તથા મુસ્લિમોને મારવાનો અધિકાર છે?
એક દૃેશના રાષ્ટ્રપતિ હોવા છતાંય કેવી મૂર્ખામીપૂર્ણ વાતો કરે છે…નવાઈ લાગે છે… બીજી ટ્વીટમાં કંગનાએ મહાતિરને રાષ્ટ્રપતિ કહેવાની વાતને ટાઈપો એરર ગણાવી હતી અને કહૃાું હતું, ’રાષ્ટ્રપતિ નહીં પરંતુ વડાપ્રધાન. ટાઈપો માટે માફી માગું છું. તેમને પ્રાઈમ મોન્સ્ટર (પ્રધાન રાક્ષસ) કહેવા જોઈએ.