કંગનાએ સોશિયલ મીડિયાના માધ્યમથી રાઉતને આપ્યો જડબાતોડ જવાબ

કંગના રનૌતે ફરી એકવાર શિવસેના નેતા સંજય રાઉત તથા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને આડે હાથ લીધા છે. કંગનાએ હાલમાં જ એક ટ્વીટમાં ફિલ્મ ’ભૂત પોલીસ’ના શૂટિંગ સાથે જોડાયેલો એક આર્ટિકલ શૅર કરીને કહૃાું હતું, ’હાલમાં હિમાચલમાં મુંબઈના અનેક ફિલ્મ યુનિટ્સ શૂટિંગ કરી રહૃાા છે. દેવ ભૂમિ દરેક ભારતીયની છે અને જો કોઈ આ રાજ્યમાંથી પૈસા કમાઈ રહૃાા છે તો તેને હરામખોર કે નમકહરામ કહેવામાં આવશે નહીં.

જો કોઈ એવું કહે છે તો હું તેની નિંદા કરું છું. બોલિવૂડની જેમ ચુપચાપ તમાશો જોઈશ નહીં. દશેરાની સ્પીચમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કંગનાનું નામ લીધા વગર કહૃાું હતું, ’જે લોકોને પોતાના રાજ્યમાં ભોજન મળતું નથી, તે લોકો અહીં આવે છે, પૈસા કમાય છે, અને પછી પાકિસ્તાન હસ્તક કાશ્મીરની સાથે મુંબઈની તુલના કરીને રાજ્યને બદનામ કરવાનો પ્રયાસ કરે છે.

ઠાકરેએ એમ પણ કહૃાું હતું, ત’મે અહીં રોજી માટે આવો છો અને મુંબઈને બદનામ કરો છો. મુંબઈ પોલીસને કેમ બદનામ કરી? આ એ જ પોલીસ છે, જેણે તમને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. જે રીતે હું શિવસેનાનો પ્રમુખ છું, તે જ રીતે મુંબઈ પોલીસનો પણ છું. PoK ની સાથે મુંબઈની તુલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન છે.’